અમેરિકામાં સીએએનો કોણે કર્યો વિરોધ ? વાંચો
શું કહ્યું ટાઈમિંગ વિષે ?
દેશમાં સીએએ લાગુ કરવામાં આવ્યો છે અને તેની સામે પહેલાથી જ અમેરિકામાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. ભારતે તેનો આક્રમક જવાબ પણ આપી દીધો હતો છતાં હજુ પણ ત્યાં અવાજ ઉઠી રહ્યો છે અને હવે અમેરિકી પ્રમુખ બાયડનની પાર્ટીના સાંસદ દ્વારા પગલાંની ટીકા કરવામાં આવી હતી.
સાંસદ કાર્ડિને એવું નિવેદન કર્યું હતું કે રમઝાનના માસમાં સીએએ લાગુ કરવામાં આવ્યો છે તે ખોટું થયું છે. ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ થઈ રહ્યા છે પણ જરૂર એવી છે કે માનવ અધિકારોની રક્ષાના સહિયારા મૂલ્યો પર સંબંધો આધારિત હોય. આ સંબંધો ધર્મથી દૂર હોવા જોઈએ .
સેનેટની વિદેશ સંબંધિત સમિતિના પ્રમુખ કાર્ડિને એમ કહ્યું હતું કે હું વિવાદિત સીએએ લાગુ કરવાના ભારત સરકારના પગલાંથી ચિંતીત છું . રમઝાનના પવિત્ર માસમાં જ તેને લાગુ કરવામાં આવ્યો છે તે વધુ ચિંતાની બાબત છે. મુસ્લિમ સમુદાય પર તેનો પ્રભાવ પડશે.