આતીશી અંગે કોણે શું ચોંકાવનારો આરોપ લગાવ્યો ? શું કહ્યું ? જુઓ
દિલ્હીના નવા મુખ્યમંત્રી હવે આતિશી બનશે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. મુખ્યમંત્રીની હોડમાં તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી છે. હવે આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા પર રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કટાક્ષ કર્યો હતો અને તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આતિશી અંગે ગંભીર વાત કરવામાં આવી હતી. આતંકી સાથે સહયોગનો એમના માતાપિતા પર આરોપ મુકાયો છે. હજુ તો એમણે ખુરશી પણ સંભાળી નથી ત્યાં આરોપો શરૂ થઈ ગયા છે.
સ્વાતિ માલીવાલે મંગળવારના દિવસને દિલ્હીનો ખૂબ જ દુ:ખદ દિવસ ગણાવ્યો છે. આટલું જ નહીં તેમણે આતિશીને ‘ડમી સીએમ’ ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એમણે પર લખ્યું કે, દિલ્હી માટે ખૂબ જ દુ:ખદ દિવસ છે. એક એવી મહિલાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા જેમના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. તેમના માતા-પિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી.
સ્વાતિ માલીવાલે આગળ લખ્યું કે, આતિશીના માતા-પિતાના મતે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હતો. આમ તો આતિશી માત્ર ડમી સીએમ જ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે.