એનઆઈએના ડીજી તરીકે કોની થઈ નિયુક્તિ ? વાંચો
મુંબઈ પર થયેલા ભયાનક આતંકી હુમલા વખતે પાકના આતંકવાદી કસાબને પકડીને શૌર્ય બતાવનાર પોલીસ અધિકારીની કદર થઈ છે. કેન્દ્ર સરકારે બુધવારે 1990 મહારાષ્ટ્ર કેડરના જાણીતાઆઇપીએસ અધિકારી સદાનંદ વસંત દાતેને રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજીના પદ પર નિયુક્ત કર્યા હતા.
26 નવેમ્બર 2008 ની રાત્રે જ્યારે મુંબઈ શહેર પર 10 આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો, ત્યારે 1990 બેચના IPS અધિકારી સદાનંદ દાતે એવા કેટલાક અધિકારીઓમાંથી હતા કે, જેઓ આતંકવાદીઓ દ્વારા ટારગેટ કરવામાં આવેલા સ્થળો પર પહેલા પહોંચ્યા હતા અને છેલ્લે સુધી તેની જવાબી કાર્યવાહીમાં રોકાયેલા હતા.
દાતેની બહાદુરી અને સમજણ દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં સૂઝબૂઝ દ્વારા અબુ ઈસ્માઈલ અને અજમલ કસાબના બંઘકમાંથી નિર્દોષ લોકોને બચાવી શકાયા હતા. એ પછી એક માત્ર આતંકવાદી કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. દાતેની બહાદુરી અને સૂઝબૂઝના કારણે આતંકવાદીઓ દ્વારા ઢાલ તરીકે ઉપયોગ કરાતાં બંધકોને બચાવી લેવામાં આવ્યા હતા. તે પછી આ વરિષ્ઠ પોલીસ અધિકારીની વીરતા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરી સન્માનિત કરાયા હતા.
