પંજાબમાં કોણ હણાયું ? જુઓ
- પોલીસે કોને ઠાર કર્યો ?
- શું આરોપ હતો ગેંગસ્ટર ઊપર ?
પંજાબમાં કુખ્યાત ગેંગસ્ટર અમૃતપાલ સિંઘ પોલીસ સાથેના ગોળીયુધ્ધમાં ઠાર થયો હતો. અમૃતસર પાસે આ બનાવ બન્યો હતો. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે તેને એક સ્થળે તપાસ માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમૃતપાલે
ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે સ્વબચાવમાં સામે ગોળીબાર કરતાં તે ઘવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસ તેના કબ્જામાંથી હેરોઇન અને કેટલાક ઘાતક શસ્ત્રો લેવા માંગતી હતી અને તેને એક સ્થળ પર લઈ જવાતો હતો.
પોલીસ પૂછપરછમાં અમૃતપાલે એવી કબૂલાત કરી હતી કે પોતાના કબજામાં ૨ કિલો હેરોઇન છે અને કેટલાક ઘાતક શસ્ત્રો પણ છે.