કૃષ્ણજન્મભૂમિ કેસમાં કોને લાગ્યો ફટકો ? કોર્ટે શું કર્યું ? જુઓ
મથુરાના કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો હતો હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7 રુલ 11ની વાંધા અરજી ફગાવી દીધી હતી. હિન્દુ પક્ષનો દાવો વધુ મજબૂત બન્યો છે. હિન્દુ પક્ષની અરજીઓ પર સુનાવણી ચાલુ રહેશે. વધુ સુનાવણી 12 ઓગસ્ટે થશે.
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત તમામ 18 અરજીઓ પર ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેંચે હિન્દુ પક્ષને મોટી રાહત આપતા કહ્યું કે અરજીઓ સાંભળવા યોગ્ય છે. જે બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે હવે અમે આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીશું અને પહેલા અમને સાંભળવાની માંગ કરીશું.
પૂજાના અધિકારની માંગણી
મુસ્લિમ પક્ષે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત અરજીઓની જાળવણીને હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજીઓ અલ્લાહાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સિવિલ સુટની જાળવણી અંગે હિન્દુ પક્ષની અરજીઓ સ્વીકારી હતી. હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જમીન ગણાવાઈ છે અને ત્યાં પૂજા કરવાનો અધિકાર માગવામાં આવ્યો છે.
પ્લેસ ઓફ વરશીપ એક્ટ
મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિંદુ પક્ષની અરજીઓને બરતરફ કરવાની દલીલ કરી હતી. અગાઉ 6 જૂને સુનાવણી પૂરી થયા બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે ઓર્ડર 7, નિયમ 11 હેઠળ આ અરજીઓની જાળવણી પર પ્રશ્નો ઉભા કર્યા હતા અને તેમને બરતરફ કરવાની અપીલ કરી હતી.