યુપીના કયા મોટા માથા સામે કોણે દિલ્હી પોલીસમાં કરી ફરિયાદ ? વાંચો
ઉત્તર પ્રદેશના કુંડાના જનસત્તા દળ લોકતાંત્રિક પાર્ટીના ધારાસભ્ય રાજા ભૈયા ઉર્ફે રઘુરાજ પ્રતાપ સિંહ પર તેમની પત્ની ભાનવી કુમારી સિંહે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. પત્નીએ રાજા ભૈયા પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદ દિલ્હીના સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
રાજા ભૈયાની પત્ની ભાનવી કુમારી સિંહે આરોપ લગાવ્યો છે કે તેણીએ વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ૩૦ વર્ષના લગ્નજીવન દરમિયાન તેણીને ઘણી વખત ત્રાસ સહન કરવો પડ્યો. તેની સાસુ પણ તેને ખૂબ ત્રાસ આપતી હતી. રાજા ભૈયાનું ભારતીય રાજકારણમાં ખાસ સ્થાન છે. ૧૯૯૩ થી, તેઓ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.
ભાનવીએ પોલીસને માનસિક અને શારીરિક ત્રાસના પુરાવા પણ આપ્યા છે. ભાનવીના મતે, રાજા ભૈયા સાથેના તેના સંબંધોમાં ઘણા સમયથી તણાવ હતો. આ કારણે તેમણે દિલ્હીના સફદરજંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.