હજુ કોણ મોટા નેતાઓ કોંગ્રેસ છોડી શકે છે ? જુઓ
એક તરફ રાહુલ ગાંધીની યાત્રા ચાલી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી મોટા નેતાઓ રવાના થઈ રહ્યા છે અને પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ અને એમના પુત્ર કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેવી ચર્ચા બે દિવસથી થઈ રહી છે અને અને હવે બીજા બે મોટા નેતાઓ પણ પાર્ટી છોડે તેવી વાતો બહાર આવી હતી.
કોંગ્રેસના વર્ષો જૂના નેતા અને સાંસદ મનીષ તિવારી તેમજ આનંદ શર્મા પણ કોંગ્રેસ છોડવાનો વિચાર કરી રહ્યા છે. આ બંને નેતાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી જોરદાર ચર્ચા રહી હતી. જો કે રવિવારે મનીષ તિવારીએ મીડિયા સામે એમ કહ્યું હતું કે હું ક્યાં જવાનો નથી.
જો કે રાજકીય સર્કલમાં એવી ચર્ચા છે કે ભાજપ અને તિવારી વચ્ચે વાત ચાલી રહી છે અને તિવારી લુધિયાણા બેઠક પરથી ચુંટણી લડવા માંગે છે અને આ મુદ્દા પર પેચ ફસાયો છે. એ જ રીતે આનદ શર્મા પણ ભાજપમાં જઈ શકે છે અને એમની બેઠકો પણ ચાલી રહી છે. આ બંને નેતાઓ કોંગ્રેસ હાઇકમાંડથી નારાજ જી-23 જૂથમાં શામેલ હતા.
કમલનાથ અને એમના પુત્ર ભાજપમાં જોડાઈ રહ્યાની જોરદાર ચર્ચા વચ્ચે બંને પિતા પુત્ર શનિવારે દીલ્હી ગયા હતા. જો કે કમલનાથે મીડિયાને એમ કહ્યું હતું કે અત્યારે એવું કશું નથી પણ જ્યારે કોઈ વાત બને ત્યારે હું બધાને બતાવીશ.