નમો લક્ષ્મી યોજનામાં કોને લાભ? વાંચો
- નમો લક્ષ્મી યોજના: ધોરણ10,11 અને 12 ની છાત્રાઓને રૂપિયા 10 થી 15 હજારની સહાય
- પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 504 કરોડ ફાળવાયા, 1.50 લાખ કન્યાનોને મફત સાઇકલ
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થિનીઓને 10 હજારની સહાય અપાશે. ધો. 11 અને 12ના વિદ્યાર્થિનીઓને 15 હજારની સહાય અપાશે. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય અપાશે. રાજ્યના 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ, સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા 84 કરોડ, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ કરવામાં આવી.