પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા..જુઓ
પાકિસ્તાનમાં આજે નવા વડાપ્રધાન તરીકે શહેબાજ શરીફની નિમણૂંક કરવામાં આવી છે. તેઓને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાનની ચૂંટણી માટે વોટિંગ થઈ હતી. જેમાં સ્પીકર અયાઝ સાદિકે પરિણામની જાહેરાત કરતા કહ્યું કે, શહેબાજ શરીફ 201 વોટ મેળવીને બીજી વખત વડાપ્રધાન ચૂંટાયા છે.
આ પહેલા શહેબાજ શરીફ વર્ષ 2022માં પ્રથમ વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. તેમનો વડાપ્રધાન તરીકેનો પ્રથમ કાર્યકાળ 16 મહિના સુધીનો હતો. તેઓ પંજાબના ત્રણ વખત મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 9 ફેબ્રુઆરી 2024ના ચૂંટણી પરિણામો અને નવી નેશનલ એસેમ્બલીના ગઠન પછી બીજી વખત વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા.
શહેબાજ શરીફ પાકિસ્તાનના ત્રણ વખતના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ના નેતા છે. કહેવામાં આવી રહ્યું છે કે, શહેબાજ શરીફ સોમવારે વડાપ્રધાન પદની શપથ લેશે.