ઇઝરાયલ પર કોણે કર્યો હુમલો ? જુઓ
ગાઝાના રફાહ શહેર પર ઇઝરાયલ એટેક કરે તેપહેલા જ ઇરકના શિયા ઈસ્લામિક સંગઠન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલમારો કરવામાં આવ્યો હતો. આ મુદ્દા પર દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક બાજુ અમેરિકા અને બ્રિટન સહિતના દેશો છે તો બીજી બાજુ પેલેસ્ટાઇનણા ટેકામાં અનેક ઈસ્લામિક દેશો ઉતરી આવ્યા છે.
હવે ઈરાકના શિયા ઈસ્લામિક સંગઠન દ્વારા ઇઝરાયલના સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંગઠને ક્રૂઝ મિસાઈલો મારી હતી. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી. હુમલા બાદ સંગઠને જવાબદારી પણ લીધી હતી.
હુમલો કરનાર લોકોએ એમ કહ્યું હતું કે અમે પેલેસ્ટાઇનને બચાવવા માટે આ હુમલો કર્યો છે. ગાઝાના રફાહ શહેરની સીમા પાસે ઇઝરાયલની સેન મોટી સંખ્યામાં ટેન્કો સાથે ઊભી છે. એ લોકો ઇઝરાયલના શાસકના આદેશનો ઇંતજાર કરી રહ્યા છે.
જો કે ગાઝામાં તો અલગ લગ સ્થળો પર ઇઝરાયલ દ્વારા હુમલા ચાલુ જા રાખવામાં આવ્યા છે. હવે બીજા શહેરોને સેના નિશાન બનાવવા માંગે છે અને તે પહેલા ઈરાકના એક સંગઠને ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો.