આપના સ્ટાર પ્રચારકો ગુજરાત માટે કોણ ? જુઓ
આમ આદમી પાર્ટીએ લોકસભા ચુંટણીમાં પ્રચાર કરવા માટેનો તખ્તો ઘડી લીધો છે અને ગુજરાત માટે મંગળવારે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં આશ્ચર્યકારક રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તથા સત્યેન્દ્ર જૈનના નામ પણ સામેલ કર્યા છે.
અત્યારે આ ત્રણેય નેતાઓ જેલમાં છે. આ ઉપરાંત ગુજરાત માટે સુનિતા કેજરીવાલ અને ભગવંત માનના નામ પણ યાદીમાં જાહેર કરાયા છે. આમ આદમી પાર્ટી ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠક ભરૂચ અને ભાવનગરમાં મેદાનમાં છે જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર મેદાનમાં છે.
સુનિતા કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં પ્રચાર કરવા આવશે અને તે માટેનો કાર્યક્રમ ઘડાઈ ગયો હોવાનું પાર્ટી દ્વારા જાહેર કરાયું હતું. બીજા નામ પણ વિચારવામાં આવશે.