કોણે આપ્યું ભારત બંધનું એલાન ? ક્યારે બંધની કરી અપીલ ? જુઓ
કિસાન મોરચાના નેતા રાકેશ ટીકેત ફરીથી કેન્દ્ર સરકાર સામે મેદાને પડ્યા છે. એમએસપી સહિતના કેટલાક મુદાઓને લઈને એમણે 16 મી ફેબ્રુઆરીના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. મોદી સરકારના 3 નવા કૃષિ કાયદા સામે લાંબુ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારે આ કાયદા પાછા ખેંચી લીધા હતા.

રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહા પંચાયતમાં શેરડીના ભાવ, મફત વીજળી વગેરે જેવા ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાકેશ ટિકૈતે જગાહેડી ટોલ પર ચાલી રહેલી ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢીશું.
આ સિવાય યુનાઈટેડ કિસાન મોરચાના આહ્વાન પર 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ બંધના એલાનમાં જોડાશે. અમે દુકાનદારોને 16મી ફેબ્રુઆરીએ તેમની દુકાનો ન ખોલવાની પણ અપીલ કરી હતી. આ ઉપરાંત બેરોજગારી, એમેસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે.