કેજરીવાલ કયો મુદ્દો લઈ ગયા કોર્ટમાં ? જુઓ
ક્યાં કરી છે અરજી ?
દીલ્હીની કેજરીવાલ સરકારે વધુ એક મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. દીલ્હી જલ બોર્ડ માટે રૂપિયા 3 હજાર કરોડ રીલીઝ નહીં કરવાનો આરોપ મૂક્યો હતો. આ રાવ અદાલતમાં કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી લીધી હતી. હવે 1 લી એપ્રિલે તેના પર સુનાવણી થશે.
જો કે અદાલતે એમ કહ્યું હતું કે 31 માર્ચે લેપ્સ થઈ જાય તો પણ ફંડ જારી કરવાનો આદેશ આપી શકાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડના નેજા હેઠળની બેન્ચે દીલ્હી સરકાર વતી હાજર થયેલા વકીલ અભિષેક સિંધવીની દલીલો સાંભળી હતી. સિંધવીએ કહ્યું હતું કે આ મામલે તત્કાળ સુનાવણી કરવાની જરૂર છે. નહિતર જલ બોર્ડને અપાનારી ધનરાશી 31 માર્ચે લેપ્સ થઈ જશે.
સિંધવીએ એવી માંગ કરી હતી કે આ મામલા પર 21 માર્ચે જ સુનાવણી કરવાની દરખાસ્ત છે ત્યારે બેન્ચે એમ કહ્યું હતું કે અમે 1 લી એપ્રિલે લિસ્ટિંગ કરીને ત્યારબાદ સુનાવણી શરૂ કરશું. આમ વધુ એક મુદાને દીલ્હી સરકાર દ્વારા કોર્ટમાં લઈ જવાઈ હતી.