સીએએને મુસ્લિમોની કઈ જમાતે ટેકો આપ્યો ? જુઓ
શું કહ્યું કાયદા વિષે ?
કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં સીએએ લાગુ કરી દીધો હતો અને તેની સામે અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા હતા પણ તેની વચ્ચે એક નવા ફેરફારના રૂપમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મોલવી શાહબુદ્દીન બરેલવીએ આ કાયદાનું સ્વાગત કર્યું છે.
એમણે આ કાયદા નાગે કહ્યું હતું કે સરકારે ભલે મોડો નિર્ણય કર્યો પણ સારો ફેસલો લીધો છે. વિડીયો સંદેશમાં એમણે મુસ્લિમોને આ કાયદાથી જરા પણ નહીં ડરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ કાયદાથી કોઈ પણ મુસ્લિમની નાગરિકતા પર કોઈ જાતની અસર પડશે નહીં.
એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે આ કાયદો તો ઘણા સમય પહેલા જ લાગુ થઈ જવાની જરૂર હતી. જે લોકોને આ કાયદાથી કોઈ ભ્રમ કે શંકા છે તે કારણ વિનાની છે અને તેમાં કોઈ વજૂદ નથી. કાયદાની બારીક વાતો પણ એમણે સમજાવી હતી અને વિરોધ નહીં કરવાની અપીલ કરી હતી. મુસ્લિમોને કાયદાથી કોઈ લેવાદેવા જ નથી.
વિદેશના મૂળ ભારતીય લઘુમતીઓને અહીની નાગરિકતા આપવામાં આવશે અને એમનો અત્યાચારથી બચાવ થશે. મુસ્લિમોને આ કાયદાની કોઈ અસર થવાની જ નથી. આ તો ખૂબ સારો કાયદો છે. બધાએ તેનું સ્વાગત કરવું જ જોઈએ