કયા રાજ્યપાલે આપ્યું રાજીનામું ? જુઓ
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને પોતાના પદ પરથી સોમવારે રાજીનામું આપી દીધું હતું. . આ સાથે તેમણે પુડુચેરીના ઉપરાજ્યપાલનું પદ પણ છોડી દીધું હતું. ત્યારે એવું માનવામાં આવે છે કે તમિલિસાઈ સુંદરરાજન ફરી એકવાર લોકસભા ચૂંટણી લડી શકે છે. આ મુજબની ચર્ચા સાંભળવા મળી હતી.
સુંદરરાજનને નવેમ્બર 2019માં તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. આ પછી તેમને ફેબ્રુઆરી 2021માં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
સુંદરરાજન આ વખતે ભાજપની ટિકિટ પર તમિલનાડુથી લોકસભા ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ડીએમકે નેતા કનિમોઝી સામે પણ મેદાનમાં ઉતારી શકે છે. સુંદરરાજન 2019ની ચૂંટણી લડ્યા હતા. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, 2009 માં, તે ચેન્નાઈ (ઉત્તર) બેઠક પરથી ઉમેદવાર હતા. જોકે, અહીં તેમને ડીએમકેના ટીકેએસ ઈલંગોવન સામે હાર્યા હતા.