રામ મંદિર ટ્રસ્ટના કયા જાણીતા સભ્યનું થયું અવસાન ? જુઓ
બિહારની રાજધાની પટનાથી દુ:ખદ રવિવારે આવ્યા હતા. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ આઇપીએસ ઓફિસર આચાર્ય કિશોર કુણાલનું નિધન થઈ ગયું છે. કિશોર કુણાલનું હૃદય બંધ થઈ જવાના કારણે નિધન થયુ હતું. કિશોર કુણાલને રવિવારે સવારે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ તેને તાત્કાલિક મહાવીર વત્સલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયુ હતું. આચાર્ય કિશોર કુણાલ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ હતા.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-5.jpeg)
આચાર્ય કિશોર કુણાલે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં અનેક હસ્તીઓ હાજર રહી હતી. ત્યાં ઘણા લોકોની આંખો ભીની જોવા મળી હતી. કિશોર કુણાલ બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીના નજીકના મિત્ર પણ હતા. અશોક ચૌધરી પણ તેમના નિધનથી ખૂબ જ દુઃખી છે.
કિશોર કુણાલનો જન્મ 10 ઓગસ્ટ 1950ના રોજ થયો હતો. કિશોર કુણાલે પોતાનું શાળાકીય શિક્ષણ મુઝફ્ફરપુર જિલ્લાના બરુરાજ ગામમાંથી લીધુ હતું. તેઓ પટના યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને સંસ્કૃતમાં સ્નાતક થયા. બાદમાં કિશોર કુણાલ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા. તેઓ પટનામાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે પણ તહેનાત હતા.