દેશમાં કઈ કારની ડિમાન્ડ વધી ? વાંચો
ચાલુ વર્ષે લકઝરી કારનું વેચાણ 50 હજારને પાર થશે
દેશમાં લકઝરી કારના શોખીનોની સંખ્યા હવે વધી રહી છે અને 2024 દરમિયાન આ પ્રકારની કારનું વેચાણ 50 હજારના આંકને પણ પાર કરી જશે તેવી આગાહી કરવામાં આવી છે. ઓડી ઇન્ડિયાના પ્રમુખ બાલવીર સિંહે એમ કહ્યું છે કે ડિમાન્ડ વધી રહી છે.
એમણે એવી માહિતી આપી હતી કે પાછલા વર્ષે પણ લકઝરી કારના વેચાણમાં વધારો રહ્યો હતો પણ 2024 માં તો રેકોર્ડ થવાનો છે. ગયા વર્ષે 48,500 યુનિટનું વેચાણ થયું હતું. આવખતે 50 હજાર કાર વેચાઈ જશે અને કદાચ તેનાથી પણ વધુ વેચાણ થઈ શકે છે.
આમ તો દેશના કારના માર્કેટમાં લકઝરી કારની માર્કેટ ફક્ત 2 ટકા જ રહી છે. પાછલા એક દસકાથી ટકાવારી આટલી જ રહી છે. દેશમાં અબજોપતિઓની સંખ્યા વધી રહી છે તેવી જ રીતે લકઝરી કારની ડિમાન્ડ પણ વધી રહી છે. ઓડી કંપનીના મોડેલના વેચાણમાં ગયા વર્ષે પણ વધારો રહ્યો હતો અને 2024 માં પણ ડિમાન્ડ રહી છે.
દેશના અર્થતંત્રમાં ઝડપ આવી છે અને અબજોપતિઓની લકઝરી કારની ડિમાન્ડ વધી છે ત્યારે આ પ્રકારના આકર્ષક મોડેલ માર્કેટમાં મુકાઇ રહ્યા છે અને આગામી સમયમાં વધુ આવા મોડેલ આવી રહ્યા છે.