કયા ભજનિક કોંગ્રેસમાં જોડાઈ જશે ? કોણે નારાજ કર્યા ? વાંચો
હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપને મોટો ફટકો પડી શકે છે. ફેમસ ભજન ગાયક કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો કન્હૈયા ભાજપની ટિકિટ પર હરિયાણાની પંચકુલા બેઠક પરથી ચૂંટણી લડવા માગતો હતો. જો કે, પાર્ટીએ અહીંથી જ્ઞાનચંદ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે.
કન્હૈયા આ નિર્ણયથી નારાજ છે. હવે ‘જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે…’ ગાઈને પ્રખ્યાત થયેલા ગાયક કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જોડાવાની જીદ વધારી દીધી છે. એવું માનવામાં આવે છે કે તેઓ હરિયાણા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. યુપી ચુંટણી દરમિયાન એમણે જો રામ કો લાએ હૈં ગાયું હતું અને બધા તેના વખાણ કરતાં હતા.
કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે કન્હૈયા મિત્તલે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે કહ્યું, ‘એક મિત્રે મને ફોન કર્યો હતો. મારા મનમાં જે હતું તે મેં તેને કહ્યું. મેં કહ્યું કે કદાચ હું કોંગ્રેસમાં જોડાઉં. મને લાગે છે કે સનાતન વિશે માત્ર એક જ જૂથ બોલવું જોઈએ નહીં. દરેક પક્ષ સાથે સનાતનની વાત થવી જોઈએ. દરેકને મદદ કરવા માટે તમામ પક્ષો સાથે વાતચીત થવી જોઈએ.