ઝારખંડમાં કઈ સેનાનો ત્રાસ ? વાંચો
મુસ્લિમ મહિલાઓની શું છે ફરિયાદ
ઝારખંડના રામગઢ જિલ્લામાં અત્યારના દિવસોમાં મુસ્લિમ મહિલાઓ ભારે ખોફ સાથે જીવી રહી છે. આદમ સેના નામનું એક સંગઠન એમણે દબાવે છે અને ધમકાવે છે. મહિલાઓ ઉપર જબરદસ્તી શરીયત્નો કાયદો થોપવામાં આવી રહ્યો છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે.
સેનાના લોકો મહિલાઓને બુરખો પહેરવા દબાણ કરે છે અને ઘરમાં ઘૂસીને છેડછાડ કરી રહ્યાની ફરિયાદ મુસ્લિમ મહિલાઓએ કરી છે. હિન્દુ લોકો સાથે વાત નહીં કરવાની સૂચના અપાઈ રહી છે અને બુરખો ના પહેરે તો કાર્યવાહી કરવાની ધમકી અપાઈ રહી છે.
એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પોલીસે તેને જમીનનો મુદ્દો બતાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર મહિલાની આ હાલતની પોસ્ટ મૂકવામાં આવ્યા બાદ ભારે ચર્ચા શરૂ થઈ હતી. આદમ સેના એક સામાજિક સંગઠન છે અને તેમાં બધા મુસ્લિમ યુવકો કામ કરે છે.
અ લોકો શરીયતના કાનૂનની બરાબર અમલવારી કરાવે છે અને મહિલાઓને ધમકાવે છે તેવી ફરિયાદ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને જમીનનો મામલો ગણાવ્યો હતો.