વડાપ્રધાન ક્યાં વિસ્તારની લેશે મુલાકાત ?
કોની સાથે વાતચીત કરશે ?
બંગાળના સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચાર અને સામૂહિક દુષ્કર્મના આરોપ સાથે બબાલ ચાલી રહી છે અને ભાજપ દ્વારા સતત દેખાવો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ઘટનાની ગંભીરતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત છે. વડાપ્રધાન સંદેશખલીની મુલાકાત લઈ શકે છે.
ભાજપના નેતા શુભેન્દુ અધિકારી મીડિયાને એવી માહિતી આપી હતી કે વડાપ્રધાન 7 મી માર્ચે સંદેશખલીની મુલાકાત લઈને પીડિતો સાથે વાતચીત કરી શકે છે. મમતા સરકાર સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે અને મમતાએ આ બધા આરોપ ફગાવી દીધા છે.
હવે આ મામલો ખૂબ ગરમ બની રહ્યો છે. વડાપ્રધાને આ ઘટનાની ભારે ટીકા કરી હતી અને પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. તેઓ પોતે પીડિતો સાથે વાત કરવા માંગે છે અને સત્ય જાણવા માંગે છે.