અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કયા ૩ દેશો પર કરાયા હુમલા ? વાંચો
ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર બોમ્બમારો શરૂ કરી દીધો હતો. આ વખતે એવું લાગે છે કે ઇઝરાયલ પેલેસ્ટાઇન પ્રત્યે કોઈ દયા બતાવવાના મૂડમાં નથી. ઇઝરાયલે ગાઝાની સાથે બીજા દેશને પણ નિશાન બનાવ્યો છે, ત્યાં પણ ઇઝરાયલી હુમલાઓએ કાટમાળનો ઢગલો છોડી દીધો છે. અમેરિકાએ પણ એક મુસ્લિમ દેશનો નાશ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ઇઝરાયલે ૩ આરબ દેશોને નિશાન બનાવ્યા છે . મોટા પાયે જાનખુવારી થઈ છે અને ઇમારતો તબાહ થઈ છે.
ઇઝરાયલે હમાસ તેમજ હિઝબુલ્લાહ સાથેના યુદ્ધવિરામનો ભંગ કર્યો અને શનિવારે સાંજે દક્ષિણ અને પૂર્વી લેબનોનના વિવિધ સ્થળોએ હવાઈ હુમલાઓ કરીને તેમને નિશાન બનાવ્યા. આ ઉપરાંત, અમેરિકાએ શનિવારે યમન પર બોમ્બમારો ચાલુ રાખ્યો. શનિવારે રાત્રે અમેરિકાએ યમનમાં અનેક સ્થળોએ હુમલો કર્યો, જેમાં યમનના મહત્વપૂર્ણ શહેર હોદેદાહના એરપોર્ટનો પણ સમાવેશ થાય છે.
ભારે નુકસાની
ઇઝરાયલે છેલ્લા અઠવાડિયામાં ગાઝમાં તેના હુમલાઓ દ્વારા લગભગ 700 લોકોના જીવ લીધા છે. ઇઝરાયલે લેબનોનમાં પણ લોહિયાળ રમત રમવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાયલી સૈન્યએ વાડી ઝિબકીન, વાડી અલ-શૌમરિયાહ, શ્રીફા, ફ્રુન અને ઘંડૌરિયા શહેરો વચ્ચેની ખીણ અને દેઇર કાનુન અલ-નાહર અને વાડી સિનિયા શહેરોની બહારના વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા.
યમનમાં ચારેકોર તબાહી
અમેરિકા છેલ્લા બે અઠવાડિયાથી યમન પર હુમલો કરી રહ્યું છે. ગાઝામાં નરસંહાર સામે યમનના હુથીઓના વલણના જવાબમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 17 માર્ચે યમન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. શનિવારે રાત્રે, અમેરિકાએ પશ્ચિમ યમનના દરિયાકાંઠાના શહેર હોદેદાહની દક્ષિણે આવેલા હોદેદાહ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને ત્રણ અલગ અલગ હવાઈ હુમલામાં નિશાન બનાવ્યો, જ્યારે ઉત્તરપૂર્વ યમનમાં મંઝર ડિરેક્ટોરેટને પાંચ હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું.