દેશમાં મોબાઈલ વૉલેટનો ઉપયોગ ક્યાં પહોંચશે ? વાંચો
કોણે કરી આગાહી ?
દેશમાં રોકડ અને કાર્ડથી નાણાકીય વ્યવહાર કરવાની જૂની પરંપરા હવે ભુલાઈ રહી છે અને દેશમાં દિનપ્રતિદિન પેમેન્ટ માટે લોકો મોબાઈલ વૉલેટથી જ નાણાકીય વ્યવહાર, પેમેન્ટ કરી રહ્યા છે. આ સીસ્ટમ હવે ગામેગામ પહોંચી ગઈ છે . લોકો માટે આ સીસ્ટમ જ ખાસ બની ગઈ છે.
બ્રિટન ખાતેની ડેટા એનાલિસીસ કંપની ગ્લોબલ ડેટાના અહેવાલમાં આ મુજબની માહિતી અપાઈ છે અને એવી આગાહી કરાઇ છે કે 2028 સુધીમાં દેશમાં મોબાઈલ વૉલેટ પેમેન્ટનો આંકડો રૂપિયા 531 ટ્રિલિયનને પણ પાર કરી જશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. વધુ લોકો આ સિસ્ટમ તરફ વળી જશે.
અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે 2019 થી તબક્કાવાર દેશમાં મોબાઈલ વૉલેટ પેમેન્ટનો ઉપયોગ વધી રહ્યો હતો અને દર વર્ષે તેમાં વધારો થતો રહ્યો છે. તેનું કારણ એવું અપાયું છે કે સરકાર દ્વારા સતત લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વળવાની અપીલો થઈ છે એન એટે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
સરકારે ડિજિટલ પેમેન્ટ મેથડને ખૂબ જ આધુનિક બનાવી છે અને ખાસ કરીને યુપીઆઈ સૌથી ફેવરિટ સિસ્ટમ રહી છે. હજુ પણ આગામી દિવસોમાં મોબાઈલ વૉલેટનો ઉપયોગ વધી જવાનો છે અને આ સંખ્યા પ્રભાવક બની જશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવે રિઝર્વ બેન્કે યુપીઆઈ મારફત બેન્કોમાં ડિપોઝિટ કરવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરાઇ છે ત્યારે આ સંખ્યા દુનિયામાં સૌથી વધુ જવાની ધારણા છે. અત્યારે મોટા ભાગના બિલ પેમેન્ટ યુપીઆઈથી જ થઈ રહ્યા છે.