આમાં તંત્રની આવક ક્યાંથી વધે? રાજકોટમાં ફટાકડાના ધંધા માટે પ્લોટ ભાડે આપવામાં શાસકોએ ધાર્યું જ કર્યું, જાણો શું છે મામલો
દિવાળી આડે હવે 12 દિવસનો સમય બાકી રહ્યો છે પરંતુ રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે ફટાકડાના વેચાણ માટે ભાડે અપાતા સાત પ્લોટની હરાજીનો રસ્તો ‘ક્લિયર’ થયો નથી. એસ્ટેટ શાખા દ્વારા એક સપ્તાહ કરતા વધુ સમય પહેલાં શાસકોને ફાઈલ તૈયાર કરી હરાજી માટે પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો હતો જેને માંડ માંડ મંજૂર કરવામાં આવ્યો છે સાથે સાથે મંજૂરી આપવામાં પણ શાસકોએ પોતાનું જ ધાર્યું કરી તંત્રને જ ખોટ કરવાનું કામ કર્યું છે.
એસ્ટેટ શાખા દ્વારા સાધુ વાસવાણી રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજ પેલેસ અને ગુરુજીનગર શાક માર્કેટ સામે આવેલા પ્લોટ ઉપરાંત નાનામવા સર્કલ, અમીન માર્ગ, સ્પીડવેલ પાર્ટીપ્લોટ અને રાજનગર ચોકમાં આવેલા પ્લોટ સહિત સાત પ્લોટની ફટાકડાના વ્યવસાય માટે ભાડે આપવા હરાજી કરવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો હતો. આ પ્રસ્તાવમાં એવું સુચવવામાં આવ્યું હતું કે 2014થી મહાપાલિકા દ્વારા પ્લોટમાં 15 બાય 15 ચોરસ મીટરના ગાળા તૈયાર કરી ભાડે આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :મોરબીના 22 વર્ષીય સાહિલનું યુદ્ધમાં યુક્રેન સામે સરેન્ડર : રશિયન સેના તરફથી યુદ્ધ લડતો હોવાનો દાવો, વિડીયોમાં થયો ઘટસ્ફોટ
જો કે હરાજીમાં ભાગ લેનારા ધંધાર્થીઓ દ્વારા અપસેટ કિંમતથી થોડી વધુ બોલી લગાવી 15 બાય 15નો ગાળો ભાડે મેળવી લેવાયા બાદ બાકીના જગ્યા અપસેટ કિંમતથી અડધી કિંમતે મેળવી લેવામાં આવતી હોય આ વર્ષે જેટલી જગ્યાનો ઉપયોગ કરે તેનો દર અપસેટ પ્રાઈસથી જ વસૂલવામાં આવે તો તંત્રને વધુ આવક થશે. આ પ્રકારનો પ્રસ્તાવ મંજૂરી અર્થે શાસકોને મોકલવામાં આવ્યો હતો પરંતુ સપ્તાહ કરતા વધુ સમય સુધી મંજૂરી મળી ન્હોતી અને દિવાળીના 12 દિવસ બાકી છે તે પહેલાં મંજૂરી આપી પરંતુ જૂના દર અને `સિસ્ટમ’ પ્રમાણે જ પ્લોટ ભાડે આપવાનો આદેશ અપાતા હવે એસ્ટેટ શાખા એ પ્રમાણે એક-બે દિવસમાં પ્લોટની હરાજી કરશે.
