વડાપ્રધાન આવતી કાલે ક્યાં રામલહેર બુલંદ કરશે ? જુઓ
- ક્યાં એકત્ર થશે 5 લાખ લોકો ?
અયોધ્યામાં રામ મન્દિરા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશ અને વિદેશમાં પણ રામલહેરની ચર્ચા છે. યુપી, બિહાર, એમપી સહિત બધા જ રાજ્યોમાં લોકોમાં જબરો ઉટસસાહ દેખાઈ રહ્યો છે. દક્ષિણ અને પશ્ચિમના રાજ્યોમાં પણ તેની અસર દેખાઈ છે ત્યારે વડાપ્રધાન મોદી આ લહેરને વધુ મજબૂત કરવાના છે. આ ચર્ચા ચાલુ જ રહેવાની છે.
વડાપ્રધાન રામલહેરની મજબૂત કરવા માટે રેલીઓ કરવાના છે અને તેની શરૂઆત પણ મંદિરના રાજ્ય યુપીથી જ કરવાના છે. 25 મીએ એટલે આજે વડાપ્રધાન યુપીના બુલંદશહેરમાં એક મોટી રેલી કરવાના છે જેમાં 5 લાખ લોકોને એકત્ર કરવાની યોજના છે.
આ રેલીને લોકસભાની ચુંટણી માટેના ભાજપના પ્રચાર અભિયાનનો પ્રારંભ પણ માનવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસ બાદ જ થઈ રહેલી આ રેલી ઘણું મહત્વ રાખે છે. 2019 માં પશ્ચિમ યુપીની 14 બેઠકો પૈકીની ભાજપને 8 બેઠકો જ મળી હતી. આ ઘટ ભરવા માટે ભાજપ દ્વારા માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે.
આ વખતે ભાજપનો એવો પ્લાન છે કે આ બધી સીટો પર ફોકસ કરવામાં આવશે. આ બધી બેઠકો ઉપર ભાજપનો સામનો બસપા સાથે જ વધુ રહ્યો હતો. એ સમયે સપા અને બસપા સાથે મળીને ચુંટણી લડ્યા હતા. માયાવતીને 10 બેઠકો મળી ગઈ હતી.