પહેલગામમાં બનાવના દિવસે ક્યાં બેઠા હતા આતંકીઓ ? કોણે આપી માહિતી ? વાંચો
પહેલગામ હુમલાની તપાસમાં જોડાયેલી એનઆઇએ દ્વારા કાર્યવાહી ઝડપી બનાવી દેવાઈ છે અને આ દરમિયાન એવું બહાર આવ્યું છે કે પહેલગામમાં આતંકીઓ હુમલા પહેલા જ ત્યાં આવેલા એક સ્ટોલ પાછળ છુપાઈને બેઠા હતા . અધિકારીઓએ તપાસ બાદ આ મુજબની માહિતી આપી હતી. બનાવના બે દિવસ પહેલા જ તેઓની હુમલાની યોજના હતી.
અધિકારીઓ દ્વારા બનાવ સ્થળ પર રહેલા લોકો સાથે વાત થઈ હતી અને લોકોએ એવી જાણકારી આપી હતી કે સ્ટોલની પાછળ બેસેલા આતંકીઓ અચાનક બહાર આવ્યા હતા અને હુમલો શરૂ કરી દીધો હતો. આડેધડ ગોળીબાર કરીને લોકોની હત્યા શરૂ કરી દીધી હતી.
દરમિયાનમાં એનઆઇએને એમ પણ જાણવા મળ્યું છે કે બનાવના બે દિવસ પહેલા જ આતંકીઓની હુમલાની યોજના હતી પણ ખરાબ હવામાનને લીધે એમણે યોજના મુલતવી રાખી હતી.
આતંકીઓએ બધાને માથામાં જ ગોળી મારી હતી જેથી તત્કાળ મૃત્યુ થઈ જાય તેવી જ એમની યોજના હતી. બધાને ધર્મ પૂછીને જ ગોળી મારવામાં આવી હતી. કેટલાકના પેન્ટ પણ ઉતરાવ્યા હતા . લોકોએ એવી જાણકારી પણ આપી છે કે બનાવના દિવસે બેસરણ ઘાટીમાં આતંકીઓ અને પર્યટકો સહિત 5 હજાર લોકો હાજર હતા.