મહિલા કોન્સ્ટેબલ સાથે ક્યાં થયું દુષ્કર્મ ? જુઓ
તેલંગણામાં હેરાન કરી દેનારા સમાચાર બહાર આવ્યા હતા. અહીં એક સબ ઇન્સપેક્ટરે મહિલા પોલીસકર્મી સાથે બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યું હતું અને આ બારામાં ફરિયાદ થયા બાદ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી. આ મામલો ભારે ચર્ચામાં રહ્યો છે.
સબ ઇન્સ્પેકટર ભવાની સેન સામે દાખલ કરાયેલા કેસમાં એવી નોંધ થઈ છે કે 16 મી જૂનના રોજ આરોપીએ મહિલા કોન્સ્ટેબલને બંદૂક બતાવી ધરાર દુષ્કર્મ આચર્યું હતું. એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને આરોપીએ દુષ્કર્મ આચરી લીધું હતું. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
સવારે મહિલા કોન્સ્ટેબલે ફરિયાદ દાખલ કરાવી હતી અને વરિષ્ઠ અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. ભવાનીએ એવી ધમકી પણ આપી હતી કે જો કોઈને વાત કરીશ તો પરિણામ સારું નહીં આવે. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપો સાચા લાગ્યા બાદ ભવાનીની ધરપકડ કરી હતી. ઇન્સ્પેક્ટરને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો.