સલમાનને રૂપિયા 5 કરોડ માટે ધમકી આપનાર ક્યાંથી પકડાયો ? જુઓ
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલવાના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે જમશેદપુરથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ જમશેદપુરના શાકભાજીના વેપારી શેખ હુસૈન શેખ મૌસિન તરીકે થઈ છે.
ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસની વ્હોટ્સએપ હેલ્પલાઈન પર અભિનેતા પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગનાર એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપીની ધરપકડ બાદ હવે વર્લી પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે ઝારખંડની એક કોર્ટમાં રજૂ કરશે. રિમાન્ડ મળ્યા બાદ તેને મુંબઈ લાવવામાં આવશે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ‘પોલીસે ઝારખંડમાં તે નંબરની જાણકારી મેળવી અને આરોપીને પકડવા માટે ટીમ મોકલી. એક અન્ય ટીમ ગુવાહાટી પણ મોકલવામાં આવી. પોલીસે મેસેજ મોકલનારની જાણકારી મેળવવા માટે પોતાની તપાસ શરૂ કરી પરંતુ મુંબઈ ટ્રાફિક પોલીસને તે જ નંબરથી એક માફી વાળો મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું કે ‘ભૂલથી આવું થયું.’