સંદેશખલી અત્યાચારનો મુખ્ય આરોપી ક્યાંથી પકડાયો ? વાંચો
કેટલા દિવસની રિમાન્ડ પર સોંપાયો ?
છેલ્લા ઘણા દિવસોથી બંગાળના સંદેશખલીનું નામ દેશભરમાં ગાજી રહ્યું છે અને અહીં મહિલાઓ પર અત્યાચાર સહિતના અપરાધને લીધે મમતા સરકાર સંકટમાં છે અને તેની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. . ટીએમસી નેતાની ગુરુવારે રાત્રે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે તેને અદાલતમાં રજૂ કરાયો હતો અને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બંગાળની પોલીસ શાહજહાં શેખને લગભગ 55 દિવસથી શોધી રહી હતી. શાહજહાં શેખની મીનાખામાં અજ્ઞાત સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. . શાહજહાં શેખ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાના કેસમાં મુખ્ય આરોપી છે.
કોલકાતા હાઈકોર્ટે બુધવારે નિર્દેશ આપ્યો હતો કે પશ્ચિમ બંગાળ પોલીસ ઉપરાંત સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ શાહજહાં શેખની ધરપકડ કરી શકે છે. શાહજહાં શેખ લાંબા સમયથી ફરાર હતો, ત્યારબાદ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે સીબીઆઇ અને ઇડી પણ તેની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.
ગત 5 જાન્યુઆરીએ, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ખાતે લગભગ એક હજાર લોકોના ટોળાએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓ પર હુમલો કર્યો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંબંધમાં શાહજહાં શેખને ત્યાં દરોડો પાડવા જઈ રહ્યા હતા. તે સમયે ટોળાએ અધિકારીઓને ઘેરીને હુમલો કર્યો હતો.