મહુઆ મોઈત્રાએ સાંસદપદ રદ કરવાના પગલાંને ક્યાં પડકાર્યો ? વાંચો
- મહુઆએ કેવી દલીલો કરી છે ?
- આરોપો વિષે મહુઆએ શું કહ્યું ?
ટીમસી નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થયો તેને ખોટો ગણાવ્યો છે.
કેશ ફોર ક્વેરી એટલે કે, નાણા લઈને સવાલ પૂછવાના મામલે મહુઆ વિરુદ્ધ કાર્યવાહી કરતા લોકસભાની તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી. મહુઆ મોઈત્રાએ પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કર્યો છે.
