દેશમાં મોંઘવારી સૌથી વધુ ક્યાં રહે છે ? જુઓ
દેશમાં મોંઘવારી વધી રહી છે અને અનેક ચીજોના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ મોંઘવારી ઘટાડવા માટે પ્રયાસો કરી રહી છે અને આ દરમિયાન એચએસબીસીના અર્થશાસ્ત્રીઓએ ભારે ચિંતાજનક અહેવાલ આપીને એમ કહ્યું છે કે દેશમાં મોંઘવારીથી ગામડા સૌથી વધુ પ્રભાવિત છે.
એમણે કહ્યું છે કે શહેરો કરતાં ગામડામાં લોકોની આર્થિક હાલત વધુ ખરાબ છે અને સૌથી વધુ અસર એમના જીવનમાં દેખાઈ રહી છે. જે રીતે કેટલાક ક્ષેત્રોમાં તેજી અને કેટલાકમાં નરમી દેખાય છે એ જરીતે ફુગાવાનો દેખાવ રહ્યો છે. ગામડાઓમાં ફુગાવો વધુ જોર કરી રહ્યો છે.
મુખ્ય અર્થશાસ્ત્રી પ્રાંજલ ભંડારીએ એમ કહ્યું છે કે ભીષણ ગરમી પણ એક મોટું કારણ રહી છે અને તેને લીધે ફુગાવો વધી ગયો છે. ઊભા પાકને ભારે નુકસાની થઈ છે અને પશુઓના મોટા પ્રમાણમાં મૃત્યુ થયા છે. ખાવા પીવાની ચીજોની મોંઘવારી લોકો માટે ઘાતક બની છે અને તેની સૌથી વધુ અસર ગામડાઓમાં થઈ રહી છે.
એમણે કહ્યું છે કે શહેરોમાં પેટ્રોલ અને ડિઝલની કિમતોને લીધે ફેર પડે છે પણ ગામડાઓમાં તેનાથી કોઈ ફેર પડતો નથી. એટલા માટે જ શહેરો કરતાં ફુગાવો અહીં વધુ દેખાય છે અને વધુ અસર કરે છે.
એ જ રીતે દેશમાં અનેક રાજ્યોમાં ખેડૂતોને આવકમાં પણ મોટી નુકસાની ખમવી પડી છે. જૂનમાં વરસાદ પણ ઓછો રહ્યો છે અને તેના લીધે ખેડૂતોને વધુ માર પડી રહ્યો છે. એમને બરાબર ભાવ પણ મળતા નથી. બીજી બાજુ ખવાપીવાની ચીજો સહિત એમણે વધુ ખર્ચ કરવો પડે છે કર્જ માં ડૂબી જવું પડે છે.
