ઝેરી દારૂ પીવાથી ક્યાં થયા મોત ? વાંચો
પંજાબના સંગરુર જિલ્લામાં એક મોટી ઘટના બની હતી. ઝેરીલો દારૂ પી જવાથી 4 લોકોના મોત થયા હતા. અન્ય કેટલાક લોકોને ઝેરી અસર થતાં એમને દવાખાને ખસેડાયા હતા. ગુજરાન ગામમાં કેટલાક લોકોને ઝેરી અસર થઈ હતી. પોલીસે કહ્યું હતું કે મરનારામાં યુવાનો અને વૃધ્ધો પણ શામેલ છે.
આ લોકોએ દારૂ ક્યાંથી લીધો હતો અને કેટલા સમયથી લઈ રહ્યા હતા તે બધી બાબતની તપાસ શરૂ થઈ હતી અને કેટલાક શકમંદોને અટકમાં લેવાયા હાતાં. આ લોકો દારૂના વેચાણમાં સંડોવાયેલા હતા. દવાખાને દાખલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું અને મૃત્યુ આંક વધી શકે છે.
આ પ્રકારની જ ઘટના પાછલા વર્ષે પણ સંગરુર જિલ્લામાં બની હતી અને કેટલાક લોકોના ઝેરી દારૂથી મોત થયા હતા. આ જિલ્લામાં દારૂનું છાશની જેમ વેચાણ થતું હોવાની ફરિયાદ પણ છે.
