ક્યાં થઈ ટ્રેનો વચ્ચે ટક્કર ? વાંચો
કઈ ટ્રેનને નડ્યો અકસ્માત ?
રાજસ્થાનના અજમેર પાસે રવિવારે રાત્રે અમદાવાદથી આગ્રા કેન્ટ જનાર સાબરમતી-આગ્રા કેંટ સુપરફાસ્ટ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે અ ઘટના બની હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. એક જ ટ્રેક પર બંને ટ્રેન ભેગી થઈ ગઈ હતી.
આ ટ્રેન દુર્ઘટનાને લીધે ટ્રેનના એન્જિન સહિત આગળના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા થઈ હતી. ટ્રેન જે રૂટ પર હતી તે જ રૂટ પર આગળ માલગાડી ઊભી હતી. . ડ્રાઈવરને ખોટું સિગ્નલ મળ્યું કે કેમ તેની કોઈ માહિતી બહાર આવી નહતી. .
બીજા એન્જિન દ્વારા ટ્રેનને પાછળ ખેંચવામાં આવી હતી. ત્યારપછી ટ્રેનને ફરી અજમેર જંકશન લઈ જવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ અકસ્માત બાદ યાત્રિકો પગપાળા જ શહેર તરફ રવાનાથઈ ગયા હતા. ત્યારબાદ જે યાત્રિકો ટ્રેન પાસે હતા એમને સુરક્ષિત કોચમાં ટ્રેનમાં અજમેર જંકશન માટે રવાના કરાયા હતા.