કૃષણભૂમિના પક્ષકારને ક્યાંથી મળી ધમકી ? વાંચો
મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મામલામાં પક્ષકાર રહેલા આશુતોષ પાંડેને ફરીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એમને વૃંદાવનથી હાઇકોર્ટ જતી વખતે પાકિસ્તાનથી વોટ્સ એપ કોલમાં અજાણ્યા શખ્સે ધમકી આપી હતી. અ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
કોલ કરનારે કેસ પાછો લઈ લેવા કહ્યું હતું અને જો એમ ના કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસ બારામાં હાઇકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. બુધવારે પણ સુનવણી રખાઇ હતી અને તેની વચ્ચે આ ધમકી મળી હતી.
એવી ફરિયાદ કરવામાં આવી હતી કે કોલ પાકિસ્તાનથી આવી હતી. હિન્દુ દેવી દેવતાઓ વિષે શખ્સે અપશબ્દો પણ કહ્યા હતા. ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બારામાં તપાસ શરૂ કરી હતી. વોટ્સએપ કોલમાં શખ્સનું નામ રાણા ફારૂક વચાતું હતું તેવી જાણ પણ પોલીસને કરાઇ છે. પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને ધમકી દેનાર વિષે ઝડપી તપાસ શરૂ કરી હતી.