રાહુલે ક્યાંથી ભર્યું ઉમેદવારી પત્ર ? વાંચો
રોડ શો કરીને શું કહ્યું ?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડ લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી પત્ર ભરીને મેદાનમાં ઝંપલાવ્યું હતું. આ તકે એમની સાથે પ્રિયંકા ગાંધી સહિતના પાર્ટીના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેરળમાં 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
રાહુલે ઉમેદવારી પત્ર રજૂ કરતાં પહેલા રોડ શો કર્યો હતો. એમણે એમ કહ્યું હતું કે વાયનાડ તો મારુ ઘર છે. અહીના લોકો મારા પરિવારજન જેવા રહ્યા છે. મને અહીના લોકોએ ભરપૂર પ્રેમ અને સહકાર આપ્યા છે. રાહુલે ટ્વીટ કરીને લોકોનો આભાર માન્યો હતો. રાહુલ વાયનાડથી જ સાંસદ છે અને અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાની સામે હાર મળ્યા બાદ તેઓ અહીં સલામત બેઠક પર ચૂંટાયા હતા.
આ બેઠક પર આ વખતે એમનો મુકાબલો ભાજપના રાજ્ય પ્રમુખ સુરેન્દ્રન સામે છે. તેમજ સીપીઆઇના ઉમેદવાર એની રાજા પણ મેદાનમાં છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે આ વખતની ચુંટણી લોકતંત્ર બચાવવા માટેની છે. કેરળમાં 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે ત્યારે બધા ઉમેદવારોએ પ્રચાર ગતિશીલ બનાવ્યો છે.