ઇઝરાયલ દ્વારા ક્યાં ક્યાં કરાયા હુમલા ? કેટલાના મોત થયા ? જુઓ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની રહી છે અને સામસામે હુમલા કરાઇ રહ્યા છે. જો કે હુમલા અને હત્યા કરવામાં અત્યાર સુધી ઇઝરાયલનો હાથ ઉપર રહ્યો છે. ફરીવાર ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહના મથકોની આસપાસ હવાઈ હુમલા કરાયા હતા અને તેમાં 15 થી વધુના મોત થયા હતા.
એ જ રીતે ઇઝરાયલ દ્વારા ગાઝામાં પણ હુમલા ચાલુ જ રાંખાવામાં આવ્યા છે. હવાઈ હુમલાઓમાં રવિવારે વધુ 30 લોકોના મોત થયા હતા. એ જ રીતે હિઝબુલ્લાહ દ્વારા પણ ઇઝરાયલના મથકો પાસે અવિરત રોકેટ હુમલા ચાલુ જ રખાયા હતા. જો કે તેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ઇઝરાયલ દ્વારા લેબેનોનના 22 ગામોને ઘર ખાલી કરીને ગામ છોડીને ચાલ્યા જવાની ચેતવણી અપાઈ હતી અને તેના પરથી એવું લાગે છે કે ઇઝરાયલ દ્વારા બહુ મોટા હુમલા કરવામાં આવશે અને તેની તૈયારી ચાલી રહી છે. ઈરાન પણ જો સામે મઓટા હુમલા કરે તો સ્થિતિ વધુ ભયંકર બની શકે છે.
ઈરાન પર હુમલા કરવા માટે પણ ઇઝરાયલના નિષ્ણાતો દ્વારા સતત બેઠકો થઈ રહી છે અને ઇરાનમાં પણ મોટા પાયે હુમલા થઈ શકે છે તેમ માનવામાં આવે છે. અમેરિકાએ પણ ઇઝરાયલને છૂટ આપી દીધી છે અને ઈરાન પર ચારેકોરથી ત્રાટકવા માટે તૈયારી થઈ રહી હોવાનું રવિવારે બહાર આવ્યું હતું.