પહેલી મેડ ઇન ઈન્ડિયા સેમી કંડકટર ચિપ ક્યારે દુનિયાને મળશે ? જુઓ
દેશ હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે . સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં દુનિયાને પહેલી ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપ મળવા જઈ રહી છે. આ માહિતી ખુદ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. ટાટા ઇલેક્ટ્રોનિક્સ, પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે ભાગીદારીમાં, ગુજરાતના ધોલેરા ખાતે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ બનાવી રહી છે. આમ દુનિયામાં ગુજરાતનું નામ ફરી ગાજશે.

પ્રેસ કોન્ફરન્સમાં આઇટી મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન આના પર ભાગીદારીમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. આ યુનિટ માર્ચ 2024 માં શરૂ થયું હતું. આ દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે 2026 ના અંત સુધીમાં દેશમાં ચિપ તૈયાર થઈ જશે. પરંતુ અશ્વિની વૈષ્ણવના નિવેદન પછી, એ સ્પષ્ટ છે કે અગાઉના આયોજનથી વિપરીત, દેશને એક વર્ષ વહેલા મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ મળવા જઈ રહી છે. આમ દેશ આ દિશામાં પહેલા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે અને અત્યારે સરકારનું ધ્યાન માત્ર ટેકનોલોજીના સે
ટાટા ગ્રુપે ૯૧ હજાર કરોડનું રોકાણ કર્યું
માર્ચ 2024ના અહેવાલ મુજબ, ટાટા ગ્રુપે 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને દેશના પ્રથમ મેગા સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટની સ્થાપના માટે ધોલેરામાં લગભગ 160 એકર જમીન અનામત રાખી છે.
કેન્દ્ર અને રાજ્ય બંને સત્તાવાળાઓ તરફથી સરકારી સબસિડી પ્રોજેક્ટ ખર્ચના 70 ટકા સુધી આવરી લેવાનો અંદાજ હતો. જેથી ધોલેરા સુવિધા ભારતની અગ્રણી વાણિજ્યિક સેમિકન્ડક્ટર ફેબ બની શકે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પીએસએમસી વચ્ચેના આ સાહસથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 20,000 કુશળ નોકરીઓનું સર્જન થવાનો અંદાજ હતો. આ ઉપરાંત, ટાટા ગ્રુપે પણ