કેજરીવાલની અરજી પર કોર્ટ ક્યારે આપશે ફેસલો ? વાંચો
જેલમાં નિયમિત ડોક્ટરની સાથે સલાહ કરવા અને પરિવારના એક સભ્ય સાથે હેલ્થ અંગે વાત કરવાની મંજૂરી માંગવા માટેની અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હીની કોર્ટે પોતાનો ફેસલો શુક્રવારે અનામત રાખી દીધો હતો. કોર્ટ 22 એપ્રિલે ફેસલો આપશે.
દરમિયાનમાં અદાલતે આ બારામાં જેલના વહીવટી તંત્ર અને ઇડી પાસે જવાબ માંગ્યો હતો અને જેલના સતાવાળાઓએ એમ કહ્યું હતું કે કેજરીવાલ ડાયટ ફોલો કરતાં નથી અને એમને રોજ ઇન્સ્યુલીન દેવાની જરૂર પણ નથી.
કેજરીવાલ વતી વકીલ સિંધવીએ એવી દલીલ કરી હતી કે ઇડીની વાતો ખોટી છે. કેજરીવાલ માટે ઘરેથી 48 વખત ભોજન મોકલવામાં વ્યૂ હતું અને તેમાં 3 વાર જ પૂરી અને કેરી આપવામાં આવી હતી. નવરાત્રના પ્રસાદ માટે આ ચીજો અપાઈ હતી.
કોર્ટે દલીલો સાંભળીને ફેસલો શુક્રવારે અનામત રાખ્યો હતો અને હવે 22 એપ્રિલે કોર્ટ આ અંગે ફેસલો આપશે. શુક્રવારે સુનાવણી પૂરી કરી લેવાઈ હતી. બધાએ પોતાનો પક્ષ રાખી દીધો હતો.