દેશના નવા મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ક્યારે ચાર્જ લેશે ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી હતી. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. 1988 બેચના કેરળ કેડરના આઇએએસ અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. તેઓ સીઈસી રાજીવ કુમારની નિવૃત્તિ પછી આવતીકાલે ચાર્જ સંભાળશે, રાજીવકુમાર નિવૃત્ત થયા છે.
ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ ગૃહમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાહુલનો વિરોધ
જો કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ વડાપ્રધાન સાથેની સમિતિમાં છે અને એમણે એવો આરોપ મૂક્યો છે કે મારી અસહમતી નોંધ હતી છતાં જ્ઞાનેશકુમારની નિમણૂક કરી દેવાઈ છે. આ મુદ્દે થયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે .