વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ ક્યારે મહાકુંભમાં જશે ? જુઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લઈને મહાકુંભ મેળામાં હાજરી આપશે. તેમની સંભવિત મુલાકાત દરમિયાન, તેઓ ઘણી મહત્વપૂર્ણ સરકારી યોજનાઓની સમીક્ષા કરે અને કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ પણ મહાકુંભમાં હાજરી આપવાના છે અને તારીખો જાહેર થઈ છે . આ મહાનુભાવો ગંગામાં સ્નાન કરશે .
એમની આ મુલાકાત દરમિયાન, સંગમ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે અધિકારીઓને બધી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ પણ મહાકુંભમાં હાજરી આપવાના છે અને તારીખો જાહેર થઈ છે .
યોગી કેબિનેટની બેઠક 22 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન યોજાશે. આ પછી, 27 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભમાં ભાગ લેશે. તેમના કાર્યક્રમનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સંગમ સ્નાન, ગંગા પૂજા અને અધિકારીઓ સાથે મુલાકાતનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. શહેરના મુખ્ય ચોક અને કાર્યક્રમ સ્થળો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનું સમયપત્રક
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ૧ ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવી શક્યતા છે. આ સાથે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ૧૦ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન, તેઓ શહેરમાં આયોજિત કેટલાક મોટા કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. આ ઉચ્ચ કક્ષાના નેતાઓના આગમનને કારણે, વહીવટી અને સુરક્ષા તૈયારીઓ ઉચ્ચતમ સ્તર સુધી વધારી દેવામાં આવી છે.