વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને ક્યારે સંબોધશે ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વર્ષ બાદ ફરીવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક ઉચ્ચ સ્તરીય સત્રને 26 સપ્ટેમ્બરના રોજ સંબોધિત કરશે. યુએન દ્વારા આ અંગે અંતિમ યાદી જાહેર કરાઇ હતી. મહાસભાના 79 માં સત્રમાં ચર્ચા 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ચર્ચામાં ભાગ લેનારા વક્તાઓની યાદી જાહેર કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી ભારતીય સમય અનુસાર 27 સપ્ટેમ્બરે રાત્રે 12 -30 થી 3-30 વચ્ચે સંબોધન કરવાના છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એમ પણ જાહેર કરાયું છે કે વક્તાઓની યાદીને અંતિમ રૂપ આપવાનું હજુ બાકી છે અને તેમ ફેરફાર પણ થઈ શકે છે.
બાયડનનું અંતિમ સંબોધન હશે
દરમિયાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન નું મહાસભામાં અંતિમ સંબોધન હશે. અમેરિકામાં ચુંટણી થવાની છે. વડાપ્રધાન મોદીએ આ પહેલા 2021 માં મહાસભાના વાર્ષિક સત્રને સંબોધન કર્યું હતું. એ જ રીતે પાછલા વર્ષે મોદીએ સંયુક્ત રાષ્ટ્ર વડામથક ખાતે 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કર્યું હતું.