ભાજપ ક્યારે જાહેર કરશે ચુંટણી ઢંઢેરો ? વાંચો
લોકસભાની ચુંટણી માટે ભાજપ બરાબર પ્રચારના મોડમાં છે અને હવે રવિવારે એટલે કે આજે સવારે પાર્ટીનો ચુંટણી ઢંઢેરો પાર્ટીના દિલ્હી વડામથક ખાતેથી જાહેર કરવામાં આવશે તેમ પાર્ટી દ્વારા શનિવારે જાહેર કરાયું હતું. ભાજપના વડામથક ખાતે ટોચના નેતાઓ આ તકે હાજર રહેશે.
દરમિયાનમાં કાર્યાલય ખાતે રવિવારે આંબેડકર જયંતી પણ મનાવવામાં આવશે. વડાપ્રધાન મોદી 11 -30 વાગે કાર્યાલય પર પહોંચી જશે. ભાજપનો ઢંઢેરો તૈયાર થઈ ગયો છે અને તેમાં આ વખતે દેશના ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને લઈને મોટા વચનો સામેલ હશે તે લગભગ નિશ્ચિત મનાય છે.
આ પહેલા પણ વડાપ્રધાને એવો સંકેત આપ્યો હતો કે ભાજપ ઢંઢેરામાં ઉપરોક્ત વર્ગના લોકો માટે કલ્યાણકારી કામ કરવા માંગે છે તેની ઝલક જોવા મળશે. વડાપ્રધાને આ વખતે અબ કી બાર 400 પારનું સૂત્ર તરતુ મૂક્યું છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપના ઢંઢેરાની તમામ રાજકીય પક્ષો અને લોકોમાં ઇન્તેજારી રહી છે.