ટાર્ગેટ પૂરો ન થતા કંપનીએ પોતાના કર્મચારીઓના ગળામાં પટ્ટા બાંધી જમીન પર ચલાવ્યા!!
કર્મચારીઓ સાથે થયેલા વ્યવહારનો વિડીયો વાઈરલ થતાં ભારે ચર્ચા
તાલીમના ભાગ રૂપે આવું કર્યું હોવાનો ખુલાસો થતાં આવ્યો વળાંક
કોર્પોરેટ જગતમાં કંપનીઓ સેલ્સ ટાર્ગેટ પુરા કરવા માટે ધમપછાડા કરતી હોય છે અને કર્મચારીઓ ઉપર કેવા કેવા દબાણ કરતી હોય છે તેનો એક કિસ્સો બહાર આવ્યો છે. કેરળના કોચીમાં એક માર્કેટિંગ કંપનીએ સેલ્સ ટાર્ગેટ પુરા નહી કરનાર કર્મચારીઓ સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો અને આ પ્રકારના વ્યવહારનો વિડીયો પણ વાઈરલ થયો છે. આ વિડીયોમાં દેખાય છે કે, કેવી રીતે ટાર્ગેટ પુરો ન થતાં કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.
કલૂર જનતા રોડ પર આવેલી આ કંપનીની શાખામાંથી મળેલા ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કર્મચારીઓ સાથે જાનવર જેવો વ્યવહાર કરવા માટે મજબૂર કરી રહ્યા છે. જ્યાં કર્મચારીઓના ગળામાં પટ્ટા, આવી જ હાલતમાં પાણી પીવા માટે મજબર કર્યા, એટલું જ નહીં તેમના જમીન પર પડેલા સડેલા ફળ ઉઠાવીને ચાટવા માટે મજબૂર કર્યા. આ ભયાનક કાંડ કરવા પાછળનો ઉદ્દેશ્ય તેમને ડરાવીને આગામી ટાર્ગેટમાં સારુ પ્રદર્શન કરાવવાનો હતો. કર્મચારીઓને માનસિક રીતે એ હદે પ્રતાડિત કર્યા કે અપમાનજનક કૃત્ય કરવા તૈયાર થઈ જાય.
આ ઘટનાઓમાં સૌથી ઘૃણાસ્પદ બાબત એ હતી કે કેટલાક કર્મચારીઓને રૂમની વચ્ચે પોતાનું પેન્ટ કાઢી નાખવા અને એકબીજાના ગુપ્તાંગ પકડી રાખવા જેવા અમાનવીય કૃત્યો કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. વધુમાં, તેમને અપમાનજનક કાર્યો કરવા માટે કહેવામાં આવ્યું હતું જેમ કે કોઈ બીજાના ચાવેલા ફળ ચાટવા, ફ્લોર પરથી સિક્કા ચાટવા અને કૂતરાની જેમ પેશાબ કરવો.
આવા અમાનવીય અત્યાચારો ફક્ત પુરુષો પર જ નહીં, પણ સ્ત્રીઓ પર પણ થયા છે. આ ફક્ત જાતીય સતામણી કે માનસિક સતામણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એક સંગઠિત સંસ્થાકીય શોષણનો એક ભાગ છે જે સિસ્ટમના નામે કર્મચારીઓ પર લાદવામાં આવી રહ્યું છે.
માનવ અધિકાર સંગઠનો તરફથી પ્રતિભાવ
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, વિવિધ માનવાધિકાર સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી છે અને સ્થાનિક વહીવટીતંત્રને આ મામલે વહેલી તકે તપાસ શરૂ કરવાની માંગ કરી છે. આ સાથે, ભવિષ્યમાં કોઈપણ કર્મચારી સાથે આવો દુર્વ્યવહાર ન થાય તે માટે કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
કર્મચારીઓની તાલિમનો ભાગ હોવાનો ખુલાસો
કંપનીનાં મ્નાફ નામના પૂર્વ મેનેજરને મેનેજમેન્ટ સાથે કોઈ બાબતે વાંધો ચાલતો હતો અને તેણે કેટલાક તાલીમાર્થી કર્મચારીઓનો આવો વિડીયો બનાવ્યો હતો. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, આ એક પ્રકારની તાલીમ છે. જે વ્યક્તિના ગળામાં પટ્ટો બાંધીને ચલાવવામાં આવે છે તેવું વિડીયોમાં દેખાય છે તે વ્યક્તિએ પોલીસને કહ્યું છે કે, અન્ય કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે આ વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. તે ચાર માસ પહેલા જ આ કંપનીમાં જોડાયો છે અને પોતે આ પ્રકારના વિડીયો માટે તૈયાર થઇ ગયો હતો.