Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

દેશ આઝાદ થયો ત્યારે જીડીપી માત્ર 30 અબજ ડોલર હતી,આજે સૌથી વધુ વિકસતો દેશ

Mon, August 14 2023

આજે મા ભારતીની યશોગાથા ગાવાનું પર્વ

આજે 15મી ઓગસ્ટ, આપણા મહાન દેશને સ્વતંત્રતા મળ્યાને 76 વર્ષ પૂરા થયા.આજે આપણી માતૃભૂમિની યશોગાથા ગાવાનું પર્વ છે.આજનું પર્વ છે એ મહામૂલી આઝાદી માટે પોતાની યુવાની અને આયખું ન્યોછાવર કરી દેનારા હજારો લાખો સ્વાતંત્ર્ય વિરોને ગૌરવભેર યાદ કરવાનો. આ દિવસ છે આઝાદી માટે બલિદાનો આપનાર હજારો શહીદોને સલામ કરવાનો.આજે મા ભારતીની પવિત્ર ધૂળ મસ્તક પર લગાવી નતમસ્તક થવાનો દિવસ છે.


1947ની મધરાત્રે આ દેશ સદીઓની ગુલામીમાંથી મુક્ત થયો.ગુલામી પણ કેવી? આપણી ઉપર વિદેશી આક્રમણખોરોના ધાડા અવિરત આવ્યે જ રાખ્યા. શક આવ્યા, હુણ આવ્યા,ક્રૂર મંગોલ આવ્યા, ફ્રેન્ચ અને પોર્ટુગીઝો આવ્યા,અરબસ્તાનમાંથી મુસ્લિમો આવીને કતલે આમ કરતા રહ્યા.મોગલો આવ્યા.દેશ લૂંટાતો રહ્યો, હિન્દુ મંદિર અને દેવસ્થાનો ધ્વસ્ત થતા રહ્યા.માત્ર દેશ જ નહીં આપણો આત્મા પણ ગુલામીની જંજીરોમાં ઝકડાઈ ગયો હતો. આપણે ક્યારેક આઝાદ પણ હતા એ પણ વિસરાઈ ગયું હતું..ભારતમાં વ્યાપાર કરવા આવેલા બ્રિટિશરોએ આખા દેશનો કબજો લઈ લીધો. આપણા જ દેશમાં આપણે જ ગુલામ હતા.સમાજ હતાશા અને નિરાશામાં ગરકાવ હતો.


એવા માહોલ વચ્ચે મુઠ્ઠીભર હાડકા વાળા પોતળીધારી સંત મહાત્મા ગાંધીએ આ દેશના આત્માને ઢંઢોળ્યો અને તે પછી વિશ્વના ઇતિહાસનું એક અભૂતપૂર્વ અને અદ્વિતીય આંદોલન શરૂ થયું. ગાંધીની એક હાકલે આખો દેશ ઉભો થઇ જતો. ગાંધીના આંદોલને દેશને એક તાંતણે બાંધ્યો. ગુલામીમાં સબડતા દેશવાસીઓમાં આત્મ સન્માનની લાગણી જગાવવાનું ભગીરથ કાર્ય ગાંધીજીએ કર્યું. જે ભારતમાં મહિલાઓ ઘુમટાની બહાર મોઢું ન કાઢી શકતી તે દેશમાં ગામડે ગામડે નારી શક્તિ બ્રિટિશરો સામેની લડતમાં મોખરે રહી. સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે ફક્ત બ્રિટિશરો સામેનું આંદોલન નહોતું. એ આપણી મધ્યકાલીન રૂઢીઓ,સામાજિક માપદંડો,
કુ રિવાજો અને અસ્પૃશ્યતા જેવા કલંક સામેનું પણ આંદોલન હતું. આધુનિક ભારતના સમાજ ઘડતરનું એ આંદોલન હતું. એ આંદોલને વિશ્વની સૌથી વધારે શક્તિશાળી સતાને ઝુકાવી દીધી. દેશ આઝાદ થયો.


ભારતના નવનિર્માણની એ એઇતિહાસિક ઘડી હતી.
દેશ આઝાદ તો થયો પણ પડકારો અસીમ હતા.દેશની તિજોરી ખાલીખમ હતી.બ્રિટિશરો બધું લૂંટી ગયા હતા. એક સમયે બ્રિટિશ તાજના સૌથી વધુ ચમકતાં હીરા તરીકે જેની ગણના થતી હતી એ ભારત એ સમયે વિશ્વનો સૌથી વધુ ગરીબ દેશ હતો. બ્રિટિશરોએ ભારત છોડ્યું ત્યારે દેશનો વિકાસ દર વર્ષે અડધો ટકાથી પણ ઓછો હતો. દેશની 80 ટકા કરતા વધારે વસ્તી ગામડાઓમાં રહેતી હતી અને કૃષિ આધારિત હતી. પણ સિંચાઇની વ્યવસ્થા નહોતી.1950માં આખા ભારતમાં માત્ર 300 ડેમ હતા. તે પછી 1971 સુધીમાં નવા ચાર હજાર ડેમ બન્યા. કેનાલો બની. પણ વારંવાર આવતા દુકાળો અને પુર હોનારતોને કારણે કૃષિ વિકાસ અવરોધાતો રહ્યો. અન્નની આયાતમાં જ ભારતનું ફોરેન રિઝર્વ ખર્ચાઈ જતું હતું. બ્રિટિશરોની ભારત વિરોધી નીતિને કારણે પરંપરાગત હેંડીક્રાફ્ટ અને અન્ય ગૃહ ઉદ્યોગો નાશ પામ્યા હતા. ટાટા સ્ટીલને બાદ કરતાં એક પણ હેવી ઇન્ડસ્ટ્રી નહોતી. મશીન ટૂલ્સનું આખા ભારતમાં ગણીને એક કારખાનું પણ નહોતું. મુંબઇ અમદાવાદની કેટલીક ટેકસટાઇલ મિલ્સ અને મહારાષ્ટ્રની સુગર ફેક્ટરીઓ પૂરતું ભારતનું ઔદ્યોગિક સામ્રાજ્ય સીમિત હતું. ભારતમાં નહોતા પર્યાપ્ત રસ્તાઓ,નહોતી હોસ્પિટલો,નહોતી શિક્ષણ સંસ્થાઓ. ભારતને ભેટમાં પંગુ અર્થતંત્ર મળ્યું હતું. ભારતના પ્રથમ બજેટમાં જાહેર ખર્ચ માટે ફકત 197.39કરોડની ફાળવણી કરી શકાઈ હતી.શાસકો સામે શૂન્યમાંથી સર્જન કરવાનો હિમાલય જેવડો પડકાર હતો.1951માં પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ અને સિંચાઈ માટે મહત્તમ રકમ ફાળવવામાં આવી. ભારતનો વાર્ષિક વિકાસ દર 3.6 ટકા સુધી પહોંચવામાં સફળ રહ્યો. બીજી પંચ વર્ષીય યોજનામાં હેવી ઇન્ડસ્ટ્રી અને કેપિટલ ગુડ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. એ સાથે જ પબ્લિક સેક્ટરનો ઉદય થયો. નહેરુ સમજતા હતા કે સ્ટીલ અને પાવર વગર દેશનો વિકાસ શક્ય નથી. સરકારે એ દિશામાં પગલાં શરૂ કર્યા. હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર 680 ફૂટનો ભાખરા નાંગલ ડેમ બન્યો. હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર થકી વીજળીનું ઉત્પાદન શરૂ થયું. ભારતે વર્ષે 6 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું લક્ષય રાખ્યું હતું. તે હાંસિલ કરવા રૂરકેલા,ભિલાઈ અને દુર્ગાપુરમાં સ્ટીલ પ્લાન્ટ નખાયા. એ દરમિયાન 1962માં ચીન સાથે યુદ્ધ થયું.ભારતનો પરાજય થયો. નહેરુજી એ આઘાતમાંથી કદી ઉભરી શક્યા નહી.1964માં તેમનું મૃત્યુ થયું પણ એ પહેલાં તેઓ આર્થિક સામાજિક રીતે શક્તિશાળી અને સમૃદ્ધ દેશનો પાયો નાખતા ગયા હતા. આધુનિક ભારતના નિર્માણમાં ઉતરોતર દરેક શાસકો અમૂલ્ય પ્રદાન આપતા રહ્યા. શાસ્ત્રીજીએ વિકાસની એ યાત્રાને આગળ ધપાવી. જય જવાન જય કિસાનનો નારો આપ્યો. ઈન્દિરાજીના સમયમાં હરિત ક્રાંતિ થઈ. અન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબી બન્યો. ગુજરાતમાં કુરિયને શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા. કો ઓપરેટિવ સેક્ટરનો ઉદય થયો. પશુપાલકો અને ખેડૂતો અર્થતંત્રમાં સીધા જ ભાગીદાર થયા. રાજીવ ગાંધીએ ટેલીકોમ્યુનિકેશન ક્રાંતિના શ્રી ગણેશ કર્યા. મારુતિ અને સુઝુકીના સંયુક્ત સાહસ થકી ઓટોમોબાઇલ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થયો.


1991માં નરસિંહ રાવ અને મનમોહનસિંહે મુક્ત વ્યાપાર માટે દરવાજા ખોલી નાખ્યા. એ આર્થિક સુધારણાઓ થકી અર્થતંત્ર મજબૂત થયું. 2007 થી 2009ના ગ્રેટ રિસેસન સમયે આખા વિશ્વનું અર્થતંત્ર ભાંગી પડ્યું હતું. ગ્લોબલ જીડીપીમાં 5.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે પણ ભારત એ મંદીને પચાવી ગયું. મનરેગા જેવી આર્થિક કલ્યાણકારી યોજનાને કારણે છેવાડાના ગરીબ માણસના ખીચ્ચામાં પેઈસા આવવા લાગ્યા. મોદીની ઉજ્જ્વલા યોજનાએ ગામડાના અંધારા ઉલેચ્યા. શૌચાલય યોજના થકી દેશ ખુલ્લામાં શૌચકર્મમાંથી મુક્ત થયો. હજારો જેનરીક સ્ટોર્સને કારણે લોકોને સસ્તી દવાઓ મળવા લાગી. આરોગ્ય સેવા ક્ષેત્રે આયુષ્યમાન ભારત યોજના કરોડો લોકો માટે આશીર્વાદરૂપ નીવડી છે.


ભારતે દરેક પડકારનો હિંમતભેર સામનો કર્યો છે. આઝાદી સમયે ભારતની જીડીપી 30 બિલિયન યુએસ ડોલર એટલે કે આજના 228.93 ડોલરની હતી.એક સમયનો ખાલી તિજોરી વાળો દેશ આજે 5 ટ્રીલિયન ની ઇકોનોમી બનવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. 1962ના યુદ્ધ સમયે જે દેશની સેના પાસે ઓટોમેટિક રાઈફલો પણ નહોતી તેણે 1974 અને 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા. ચાર ચાર યુદ્ધ થયા. 1971માં બાંગ્લાદેશ ને છૂટું પાડી ભારતે ઇતિહાસ સર્જ્યો. આજે ભારતની લશ્કરી તાકાત એવી છે કે ચીનને પણ ભારે પડે તેમ છે. 1975માં આપણે પ્રથમ સેટેલાઈટ આર્યભટ્ટ લોન્ચ કર્યો.1980માં ઘર આંગણે ઉત્પાદિત સેટેલાઈટ લોન્ચ વેહિકલ લોન્ચ કર્યું.1984માં પ્રથમ ભારતીય તરીકે રાકેશ શર્મા એ અવકાશની ઉડાન ભરી અને ત્યાંથી કહ્યું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા અને આજે આપણે એ યાદ કરી રહ્યા છીએ ત્યારે ચંદ્રયાન ચંદ્ર ની ધરતી પર ઉતરાણ કરવાની તૈયારી કરી રહ્યું છે.દેશવાસીઓની છાતી ગૌરવથી ફાટ ફાટ થઈ જાય એવી સિધ્ધિઓ આપણા આ મહાન દેશે પ્રાપ્ત કરી છે.આજે આઈ ટી ક્ષેત્રમાં ભારતનો દબદબો છે.ભારતની તાકાત ને આખી દુનિયા માને છે. વૈશ્વિક સ્તરે ભારત એક શકિતશાળી અને મજબૂત રાષ્ટ્ર તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે.ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે.આજે સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે ત્યારે એટલી જ અભયર્થના કે ત્રિરંગો સદા શાનથી લહેરાતો રહે,મા ભારતીનું મસ્તક ઉન્નત રહે,દેશ આગળ ધપતો રહે અને હર ચહેરા ખુશહાલ .જય હિંદ.ભારત માતાકી જય,વંદે માતરમ..

નેહરૂજીનું અમર ભાષણ

“કેટલાય વર્ષો પહેલાં આપણે ભાગ્યને બદલવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણે આપણી એ પ્રતિજ્ઞાથી મુક્ત થઈ જશું…આજે જ્યારે આખી દુનિયા સૂઇ ગઈ હશે ત્યારે ભારત સ્વતંત્ર જીવન સાથે નવી શરૂઆત કરશે. આ એવો સમય છે જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. જુનામાંથી નવા તરફ જવાનું. એક યુગનો અંત આવવો. જ્યારે વર્ષોથી શોષિત આ દેશનો આત્મા પોતાની વાત કહી શકસે. આજે એ સમય આવી ગયો છે જેને વિધાતાએ નક્કી કર્યો હતો અને એક વખત ફરી વર્ષોના સંઘર્ષ બાદ ભારત જાગૃત અને આઝાદ ઉભો છે…એક નવા તારાનો ઉદય થયો છે. પૂર્વમાં આઝાદીનો સિતારો. એક નવી ઉમ્મીદનો જન્મ થયો છે. કાશ,આ તારો કદી અસ્ત ન પામે.આ ઉમ્મીદ કદી ધુમિલ ન થાય. આપણે આ આઝાદીમાં સદા ખુશ રહીએ. આવનારું ભવિષ્ય આપણને બોલાવી રહ્યું છે..” એમનું એ સંબોધન ‘ Tryst with destiny ‘ તરીકે અમર થઈ ગયું છે.

દેશ આખો જશન મનાવતો હતો ત્યારે ગાંધીજી કોલકતામાં હતા

એક તરફ આખો દેશ આઝાદીનો બનાવી રહ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીજી દિલ્હીથી 1500 કિલોમીટર દૂર કલકત્તામાં હતા. ભારત પાકિસ્તાનના વિભાજનને કારણે થયેલા કોમી રમખાણો અને હિંસાથી બાપુ વ્યથિત હતા. ભાડલા અને તોફાનોને કારણે હિંદુ મુસ્લિમ વચ્ચે ભાવિક ઘર્ષણ ના મંડાણ થઈ ગયા હોવાનો ગાંધીજીએ વ્યક્ત કર્યો હતો.
ભાગલા અને હિજરત દરમિયાન લાહોરથી થી ઢાકા સુધી ભયંકર તોફાનો થયા હતા. લાખો લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા હિન્દુ અને શિખ શરણાર્થીઓથી દિલ્હી ઉભરાઈ રહ્યું હતું. બંગાળ ઉતાસણમાં ઓમાઈ ગયું હતું. નોઆખલીમાં થયેલા હિન્દુઓના નરસંહારે દેશને ધ્રુજાવી દીધો હતો. કલકત્તાના રાજમાર્ગો પર લાશો રજડતી હતી. આવા વાતાવરણ વચ્ચે નવમી ઓગસ્ટે ગાંધીજી કલકત્તા પહોંચી ગયા હતા. ત્યાં તેમણે બેલીઘાટમાં મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારમાં હૈદરી મંઝિલ નામના મકાનમાં ઉતારો રાખ્યો હતો. ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરી રહ્યા છે એવું માની ક્રોધે ભરાયેલા હિંદુ ટોળાએ એ મકાન ઉપર પથ્થરમારો કર્યો હતો. એક સમયે ગાંધીજી ઉપર પણ હુમલો થવાનો ભય સર્જાયો હતો. જોકે લગીરેક વિચલિત થયા વગર ગાંધીજી એ મકાનની તૂટેલી બારીમાં જઈને ઊભા રહી ગયા તે સાથે જ હુમલાખોરો શાંત થઈ ગયા હતા. ગાંધીજી નોઆખલી જવા માગતા હતા પરંતુ કલકત્તાના હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓએ તેમને કલકત્તામાં જ મુકામ રાખવા વિનંતી કરી હતી. ગાંધીજીની ઉપસ્થિતિને કારણે જો કલકત્તા શાંત થઈ જાય તો આખું બંગાળ શાંત થઈ જશે તેવો એ અગ્રણીઓને વિશ્વાસ હતો. ગાંધીજીએ નોઆખલીમાં એક પણ હિન્દુ ઉપર હુમલો ન થાય અને મુસ્લિમો જ હિન્દુઓનું રક્ષણ કરે એવી ખાતરી મળે તો કલકત્તામાં રોકાઈ જવાની તૈયારી બતાવી હતી. ગાંધીજીના એ પગલાને કારણે નોઅખલીમાં 24 કલાકમાં તોફાનો શાંત થઈ ગયા હતા. કલકત્તા સહિત આખા બંગાળમાં હિંસાનો અંત આવ્યો હતો. બાદમાં લોર્ડ માઉન્ટ બેટને કહ્યું હતું કે પંજાબમાં અમારા 50000 પોલીસ જવાનોજે કામ ન કરી શક્યા તે બંગાળમાં એકમાત્ર ગાંધીબાપુએ કરી બતાવ્યું. 15 મી ઓગસ્ટે ગાંધીજીએ ઉપવાસ કર્યો હતોઅને રાબેતા મુજબ ચરખા ઉપર ખાદી કાંતિ હતી.

Share Article

Other Articles

Previous

ગુજરાતના ૨૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ

Next

ગોંડલ જેલમાં એસીડ પી જનાર દુષ્કર્મના આરોપીનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
10 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
11 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
11 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

કોટક મહિન્દ્રા બૅન્કના સીઈઓપદેથી ઉદય કોટકનું રાજીનામું
નેશનલ
2 વર્ષ પહેલા
30 હજાર આપવા પડશે…મિત્રનું જ બાઇક ચલાવવા લઈ ગયો, પાછું આપવા પણ પૈસા માંગ્યા
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
રામ-શબરીના મિલન સ્થળ ‘શબરી ધામ’ની થશે કાયાપલટ
ગુજરાત
12 મહિના પહેલા
લોકસભા ચૂંટણી અન્વયે 65 લાખની ગ્રાન્ટ ફાળવાઈ
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર