Mokshada Ekadashi 2024 : મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ ક્યારે છે, જાણો તારીખ,મહત્વ અને પૂજાવિધિ વિશે
માગસર સુદ અગિયારસ ને બુધવારે તા ૧૧ ડિસેમ્બર ના દિવસે ગીતા જયંતી છે અને સાથે મોક્ષાદા એકાદશી પણ આજ દિવસે ગણાશે. બુધવાર ને ગણપતિ દાદા નો વાર તથા વિષ્ણુ ભગવાન નો વાર ગણવામાં આવે છે આથી આ દિવસે આવતી એકાદશી ઉત્તમ ગણાય છે
ગીતા સંસાર ના બધાન દુઃખો માંથી છુટવાનો સરળ ઉપાય છે. ગીતાને વેદોથી પણ શ્રેષ્ઠ ગુણવાતા આવેલ છે. કારણ કે વેદોનો અભ્યાસ લાંબો અને અઘરો છે. પરંતુ ગીતાને દરેક વ્યકતિ સરળતાથી સમજી શકે છે. તેમાં ખાસ કરીને ગીતાને સમજી અને વ્યકિત પોતેનો મુકિત પામે છે. પરંતુ બીજા લોકોને પણ મુકિત અપાવે છે. કરોડો યજ્ઞ કરી પરંતુ ગીતાના જ્ઞાન વગર નકામુ છે. મહાત્મા ગાંધીજી કહેતા જયારે હું સંકટમાં પડું છું ત્યારે ગીતાનો સહારો લઉ છું. ભગવાન પોતે કહે છે ગીતા મારો પણ ગુરૂ છે મારૂ હૃદય છે અને અવિનાશી જ્ઞાન છે આ ગીતા મારૂ ઘર છે. અને ગીતાનો સહારો લઈ અને ત્રણેય લોકનું હું પાલન કરૂ છું. જે લોકોને પિતૃદોષ હોય તેવા લોકોએ પિતૃના આર્શીવાદ મેળવા માટે ભાગવત ગીતાનું અનુષ્ઠાન કરી શકે છે. ગીતાના પાઠ કરી શકાય છે.
જાણો ગીતા જયંતીના દિવસે ગીતા ના પુસ્તકનું પૂજન કઈ રીતના કરવું,
સૌપ્રથમ સામે બાજોઠ ઉપર સફેદ કપડા ઉપર ગીતાનું પુસ્તક રાખવું ત્યાર બાદ તેને ચાંદલો ચોખા કરી પાચનામ લેવા કેશવાય નમઃ, ૐ નારાયણાય નમઃ, માધવાય નમઃ, ૐ ગોવિન્દાય નમઃ ૐ શ્રીકૃષ્ણાય નમઃ અને ત્યાર બાદ થોડા અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવા ફુલ ચડાવું નૈવેધ અર્પણ કરવું. આરતી કરવી, ગીતાજીના પાઠ કરવા અને ગીતા વાચી ન શકાય તો પેલા મહત્વ અને ત્યાર બાદ પેલો, ચોથો, નવમો, અગીયારમો, તેરમો અને પંદરમો અધ્યાયનો પાઠ કરવો અથવા કોઈ પણ એક જ અધ્યાયનો પાઠ કરવો. આમ કરવાથી ઘરમાં શાંતી રહે છે અને પિતૃદોષમાંથી મુકિત મળે છે. આખું વર્ષ દરરોજ ગીતાના એક અધ્યાયનો પાઠ દરેક ભારતવાસીઓએ કરવો જોઈએ.