ક્યારે રજૂ થઈ શકે છે મોદી -3 નું બજેટ ? વાંચો
મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય બજેટ ક્યારે રજૂ થશે? સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બજેટ જુલાઈના ત્રીજા સપ્તાહમાં રજૂ થઈ શકે છે. જ્યારે સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોય છે ત્યારે સરકાર પૂર્ણ બજેટ નથી લાવતી પરંતુ વચગાળાનું બજેટ લાવે છે. મતલબ કે સરકાર બને ત્યાં સુધી આવક અને ખર્ચની વિગતો આપવામાં આવે છે.
હવે નવી સરકાર બની છે. એટલે હવે સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. સુત્રોનુ કહેવુ છે કે જુલાઈમાં આવનાર પૂર્ણ બજેટમાં સામાન્ય માણસ માટે ઘણી ભેટની જાહેરાત થઈ શકે છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમન તૈયારીઓમાં લાગી ગયા છે. બજેટ સત્ર અંગે તરીખોના વિકલ્પ અંગે ચર્ચા થઈ રહી છે.
તારીખ અંગેના વિકલ્પ
પહેલા વિકલ્પ હેઠળ 22 જુલાઈએ બજેટ રજૂ કરવાનો પ્રસ્તાવ છે. બીજો વિકલ્પ 1લી જુલાઈથી 2જી ઓગસ્ટ સુધી એક જ સત્ર હોઈ શકે છે. બીજા વિકલ્પ હેઠળ 8 જુલાઈએ બજેટ રજૂ કરવું જોઈએ.
પ્રી-બજેટ કન્સલ્ટેશન 18 જૂનથી શરૂ થશે
પ્રી-બજેટ કન્સલ્ટેશન 7-10 દિવસ સુધી ચાલુ રહેશે. જો બહુ જલ્દી થાય તો પણ તેને 7 થી 15 જુલાઇ વચ્ચે પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બજેટની પ્રાથમિક તૈયારીઓ થઈ ગઈ છે. પ્રી-બજેટ પરામર્શ પછી જાહેરાતનો ભાગ તૈયાર થશે.
સંસદનું સત્ર ક્યારે શરૂ થશે?
પ્રથમ વિકલ્પ હેઠળ, 24 જૂનથી 3 જુલાઈ સુધી સત્ર થઈ શકે છે. બીજું સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બોલાવી શકાશે.
બજેટની પ્રાથમિક તૈયારીઓ થઈ ગઈ છે. પ્રી-બજેટ પરામર્શ પછી જાહેરાતનો ભાગ તૈયાર થશે.
પ્રથમ વિકલ્પ હેઠળ, 24 જૂનથી 3 જુલાઈ સુધી સત્ર થઈ શકે છે. બીજું સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બોલાવી શકાશે. આ બારામાં ટૂક સમયમાં જ નિશ્ચિત તારીખો સાથે જાહેરાત થઈ શકે છે.