ભારત, અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર ક્યારે થઈ શકે છે ? શું આવ્યો અહેવાલ ? વાંચો
અમેરિકા ’90 દિવસમાં 90 વેપાર સોદા’ કરવા માંગે છે. આવી સ્થિતિમાં, ભારત અને અમેરિકા પ્રસ્તાવિત વેપાર કરાર અંગે વર્ચ્યુઅલી ચર્ચાઓ શરૂ કરવા માટે તૈયાર છે. ઉદ્દેશ્ય મે મહિનાના અંત સુધીમાં વાટાઘાટો સરળતાથી પૂર્ણ કરી શકાય તેવા ક્ષેત્રોને અંતિમ સ્વરૂપ આપવાનો છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ ક્ષેત્ર-વિશિષ્ટ વાટાઘાટો આ અઠવાડિયે વર્ચ્યુઅલી શરૂ થશે, જે પછીથી ઔપચારિક રૂબરૂ વાટાઘાટો માટે પાયો નાખશે. એમ મનાય છે કે 9 જુલાઇ સુધીમાં બંને દેશો વચ્ચે યંત્રિમ વેપાર કરાર થઈ શકે છે .
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, ‘ચર્ચાના કેટલાક પાસાઓમાં સમય લાગે છે. અમારી ટીમો વર્ચ્યુઅલ વાતચીતમાં વ્યસ્ત છે. આશા છે કે આગામી 6 અઠવાડિયામાં આપણને ખબર પડશે કે કયા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં વધુ સમય લાગશે અને ક્યાં વાટાઘાટો ઝડપથી પૂર્ણ થઈ શકે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આગામી થોડા અઠવાડિયા બંને દેશોમાં ટેરિફ અને મેક્રોઇકોનોમિક નીતિ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વાસ્તવિક લક્ષ્યોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગયા અઠવાડિયે મોટાભાગના દેશો પર લાદવામાં આવેલા ઊંચા પ્રતિશોધાત્મક ટેરિફને પાછા ખેંચવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની પૃષ્ઠભૂમિ સામે આ ઘટનાક્રમ સામે આવ્યો છે. મંદી અને ફુગાવાના ભય વચ્ચે, યુએસ વહીવટીતંત્રે ચીન સિવાય, 90 દિવસ માટે દેશ-વિશિષ્ટ પ્રતિક્રિયાત્મક ટેરિફ પર રોક લગાવી દીધી છે.