સરકાર શ્વેત પત્રમાં શું ઉઘાડું પાડશે ? વાંચો
બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમને એક મહતવી જાહેરાત પણ કરી હતી જેનાથી પાછલા શાસકોના સ્વાસ અધ્ધર થઈ શકે છે. દેશના આર્થિક મોરચા પર અન્ય રીતે જે કૌભાંડો આચરવામાં આવ્યા હતા તેનો ખ્યાલ લોકોને આપવામાં આવશે.
એમણે એમ કહ્યું હતું કે આગામી સમયમાં સરકાર મોટું પગલું લઈને એક શ્વેતપત્ર બહાર પાડશે જેમાં ભૂતકાળની સરકારો દ્વારા કરવામાં આવેલા કૌભાંડોની માહિતી આપવામાં આવશે. કઈ પાર્ટી અને ગઠબંધનના શાસનમાં કયા કયા પ્રકારના આર્થિક ગોટાળા કરાયા હતા તેનો ખ્યાલ આપવામાં આવશે.
મોટા ભાગે તો કોંગ્રેસના શાસનમાં થયેલી ગેરરીતિઓ અને કૌભાંડોનો જ વધુ ઉલ્લેખ હશે. પાછલા 10 વર્ષ અને તેના પછીના 10 વર્ષની માહિતી આપવામાં આવશે .