ઇ વાહનો ખરીદવા સરકાર શું મદદ કરશે ? વાંચો
કેટલી સબસિડી મળશે ?
કેન્દ્રના ભારે ઉધ્યોગ મંત્રાલય દ્વારા ઇ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજનાની જાહેરાત કરાઇ હતી. જે મુજબ ઇ વાહનો ખરીદવા પર રૂપિયા 10 થી 50 હજાર સુધીની સરકાર સબસિડી આપશે. મોદી સરકાર ઇ પરિવહનને ઉત્તેજન આપવા માટે પ્રતિબધ્ધ છે અને એટલા માટે જ યોજના જાહેર થઈ છે.
2024 ના એપ્રિલથી જુલાઇ માસ સુધી 4 માસ માટે આયોજના લોન્ચ કરાઇ છે. સરકારે તેના માટે રૂપિયા 500 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. ઈજના એવી છે કે દ્વિચક્રી વાહનો માટે રૂપિયા 10 હજારની સહાયતા થશે. ત્રિચક્રી વાહનો માટે રૂપિયા 25 હજારની સહાયતા થશે. એ જ રીતે મોટા ત્રિચક્રી વાહનો ખરીદવા પર રૂપિયા 50 હજાર સુધીની સહાયતા થશે.
આ યોજનાથી દેશમાં લાખો ઇ વાહનો વેચાશે અને તેને ખરીદ કરનારા લોકોને નાણાકીય મદદ મળશે. આ જાહેરાત ભારે ઉધ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ કરી હતી. આ પહેલા પણ નાણામંત્રી સિતારમણે એવી જાહેરાત કરી હતી કે ઇ વાહનો ખરીદવા માટે સરકાર સહ્યતા કરશે અને એક યોજના જાહેર કરશે.
ગુરુવારે આ યોજનાની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવાઈ હતી. ઇ વાહનો દેશમાં વધે એટલે પ્રદૂષણ ઘટશે અને લોકોના આરોગ્ય તેમજ પર્યાવરણને મોટો ફાયદો થશે. પરિવહન મંત્રી ગડકરીએ પણ ઇ વાહનો ખરીદવાની લોકોને અપીલ કરી હતી.