કોલકત્તામાં આવતી કાલે રાત્રે શું થશે ? કોણ શરૂ કરશે આંદોલન ? વાંચો
કોલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવા અંગેના બનાવ સામે મહિલાઓ ભારે ક્રોધિત છે અને 14 મીએ એટલે કે આજે રાત્રે મહિલાઓ દ્વારા કોલકત્તામાં આઝાદી માર્ચ કાઢવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી. આ માર્ચમાં હજારો મહિલાઓ જોડાઈ શકે છે. મહિલાઓને સુરક્ષા એમની ખાસ માંગ છે. રાજ્ય સરકાર સામે પણ આક્રોશ વધ્યો છે.
સ્વતંત્રતા દિવસની મધરાત્રે મહિલાઓ સુરક્ષા માટે નગારે ઘા કરવાની છે. મહિલા નેતાઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે આજે મધરાત્રે મહિલાઓની માર્ચ નીકળશે. રાત્રે 12 વાગે શરૂ થશે. આ માર્ચને આઝાદીની અડધી રાતે મહિલાઓની સ્વતંત્રતા નામ આપવામાં આવ્યું છે.
સોશ્યલ મીડિયા પર આ માર્ચ માટે અભિયાન ચલાવાયું હતું અને હજારો મહિલાઓ જોડાશે તેવી જાહેરાત કરાઇ હતી. આ માટે ખાસ પોસ્ટર પણ બનાવાયા છે જે શહેરમાં ચારેકોર લગાવાયા છે.
મહિલાઓ સાથે પુરૂષોએ પણ આ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાઈ જવાની સંમતિ આપી છે. આ આંદોલન માટેની તૈયારી બાંગ્લા એક્ટર સ્વસ્તિકા મુખર્જી, એક્ટર ગાંગુલી અને ફિલ્મમેકર પ્રતિમ ગુપ્તા દ્વારા કરવામાં આવી છે.