માર્ચમાં અર્થતંત્રનો વિકાસ દર કેટલો રહેશે ? વાંચો
કોણે કરી સારી આગાહી ?
નાણામંત્રી નિર્મલા સિતરમને એવો આશાવાદ દર્શાવ્યો છે કે ચાલુ માસના ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર 8 ટકાના દરથી વિકાસ કરશે અને આગળ જતાં તેમાં વધારો થવાની પણ આશા છે. આ પહેલા રિઝર્વ બેન્કના ગવર્નર દાસે પણ આ પ્રકારની જ શક્યતા દર્શાવી હતી.
મુંબઈ ખાતેના એક કાર્યક્રમમાં બોલતાં નિર્મલાએ કહ્યું હતું કે ચોથા ત્રિમાસિક ગાળામાં 8 ટકા થી પણ વધુ વિકાસ થવાની આશા છે. આ પહેલા રિઝર્વ બેન્ક માર્ચ બુલેટિનમાં પણ એવો અંદાજ રજૂ કરાયો હતો કે આગલા દસકામાં 10 ટકાના દર થી અર્થતંત્ર વૃધ્ધિ કરી શકે છે. માર્ચમાં 8 ટકાના દરની આગાહી બેન્ક દ્વારા પણ કરાઇ હતી.
રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર પાત્રાએ એમ કહ્યું હતું કે આગળના 10 વર્ષના ગાળામાં અર્થતંત્ર 10 ટકાના દર સાથે વિકાસ કરશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. અત્યારે પણ દરેક ક્ષેત્રમાં સારો વિકાસ થઈ રહ્યો છે અને બીજી બાજુ સરકારને પણ ટેક્સની આવક ધારણા કરતાં વધુ થઈ રહી છે.
વિદેશી એજન્સીઓએ પણ તાજેતરમાં જ અનેક એવા અહેવાલો આપ્યા હતા કે ભારત દુનિયાના અન્ય દેશો કરતાં ઝડપી વિકાસ કરશે અને અત્યારની તેની ગતિ ખૂબ બ જ સંતોષકારક લાગી રહી છે.